GSTV

લીમડાના ઝાડ પરથી મળી આવેલ મહિલાના મૃતદેહનું રહસ્ય ખુલ્યું, થયો ચોંકાવનારો ખુલાસો

મહીસાગરના કડાણા તાલુકાના ઢીંગલવાડા ગામમાંથી લીમડાના ઝાડ પરથી મળી આવેલા મહિલાના મૃતદેહનું રહસ્ય ખુલ્યું. પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પતિએ લાકડી માથામાં મારતા પત્નીનું મૃત્યુ થયું હતું. જેને પગલે હેવાન પતિએ પુત્ર અને ભત્રીજાની મદદ લઈ પત્નીનો મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો હતો. અને આત્મહત્યા કરી હોવાની વાત ઉપજાવી કાઢી હતી. જેને પગલે પોલીસે હેવાન પતિ સહિત પુત્ર અને ભત્રીજાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પતિના ત્રાસથી મહિલાએ કુવામાં પડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેમજ એક વર્ષ પોતાના પિયરમાં પણ રહી હતી. આખરે કંટાળીને મહિલાએ પતિ સાથે છૂટાછેડા પણ લીધા હતા પણ એક વર્ષના અંતે ફરી સમાજના આગેવાનોને ભેગા કરી સમાધાન કરી સાસરીમાં પરત મોકલી હતી. જો કે પતી પત્ની વચ્ચેનો કંકાસ ફરી શરુ થતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી આત્મહત્યા કર્યાનું ખપાવી દીધું હતું.

READ ALSO

Related posts

પિંક રંગની બિકિની પહેરીને પૂલમાં પોઝ આપતી જોવા મળી રશ્મિ દેસાઇ, સોશ્યલ મીડિયામાં લગાવી દીધી આગ

Karan

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1502 કેસ, મોતના આંકમાં મોટો ઉછાળો, 83 લોકો વેન્ટિલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!