GSTV

ચીનની આ મહિલા કરી રહી છે વિચિત્ર રોગનો સામનો, ફૂલેલા પેટનો જ વજન છે 19 કિલો

ચીનમાં એક મહિલાને ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જ્યારે અચાનક તેનું પેટ ફૂલી જવા લાગ્યું. મહિલાને રહસ્યમય રીતે પેટ ફૂલવાને કારણે તે મહિલાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ત્રીનું પેટ અનિયંત્રિત રીતે ફૂલે છે અને એક વિશાળ બલૂન જેવું લાગવા માંડ્યું છે.

શરીરના કુલ વજનના લગભગ 36% છે પેટનો વજન

ચીનની હુઆંગ ગોક્સિયન આ દિવસોમાં પોતાના પેટ ફૂલવાની સમસ્યાથી ખૂબ જ ચિંતિત છે. હુઆંગ બે બાળકોની માતા છે, જેનું વજન 121 પાઉન્ડ છે, તેના એકલા પેટનું વજન જ 44 પાઉન્ડ એટલે કે 19 કિલો જેટલું છે. જે શરીરના કુલ વજનના લગભગ 36% છે. હુઆંગ કહે છે કે લગભગ બે વર્ષ પહેલા તેનું પેટ ફૂલવાની શરૂઆત થઈ હતી. તે કહે છે કે શરૂઆતમાં તે તેને સામાન્ય સ્થૂળતા માનતી હતી. પરંતુ હવે તે તેની મુશ્કેલીનું કારણ બની રહ્યું છે.

પ્રારંભિક સારવારથી તેને કોઈ ફાયદો મળ્યો નહોતો

હુઆંગના કહેવા પ્રમાણે જ્યારે તેણીને પેટમાં દુખાવો થવા લાગ્યો અને તે ડોક્ટરને બતાવવા માટે ગઈ હતી. ત્યારે પ્રારંભિક સારવારથી તેને કોઈ ફાયદો મળ્યો નહોતો. પરંતુ સતત તેનું પેટ ફૂલવાનું ચાલુ રહ્યું હતું. હુઆંગ કહે છે કે નિષ્ણાતને બતાવ્યા પછી તે વિચારે છે કે તે સ્વસ્થ થઈ શકે છે અને ઝડપથી આ રોગથી મુક્તિ મેળવી શકે છે. હુઆંગ કહે છે કે તેને આ માટે 4,320 ડોલરની જરૂર છે. બીજી તરફ કુટુંબની નબળી પરિસ્થિતિને કારણે તેણે સોશિયલ મીડિયા પર મદદ માંગી છે.

પેટ કેમ ભરેલું છે તે શોધી શકાયું નથી

જો કે, ડોકટરોએ હ્યુઆંગને કહ્યું કે તે કેટલીય બીમારીઓ જેવી કે લીવર સિરોસિસ, ઓવરી- અંડાશયના કેન્સર,
ટ્યૂમર, પેટ અને છાતીમાં પ્રવાહીના અસામાન્ય ભરાવો જેવી અનેક બીમારીઓનો ભોગ બનવું પડ્યું હતું. કોઈ પણ ડોક્ટર તેનું પેટ કેમ ભરેલું છે તે શોધી શક્યું ન હતું.

READ ALSO

Related posts

HIVથી બચી ઇતિહાસ સર્જનારને આ રોગ ભરખી ગયો, 54 વર્ષે જ થઈ ગયું મોત

pratik shah

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!