GSTV

દરરોજ 15 કલાક અને 10થી 12 ગ્રાહકો કરી રહ્યા હતા ઉપભોગ, બ્રિટનથી જાત છોડાવી આવેલી મહિલાએ કહી 7 વર્ષની નર્કાગાર જીંદગીની કહાણી

Last Updated on July 21, 2021 by Harshad Patel

બ્રાઝીલથી બ્રિટન લાવવામાં આવેલી સિલ્વીયાની વાર્તા કોઈ ફિલ્મથી ઓછી નથી. સિલ્વીયાને થોડા વર્ષો પહેલા ઊંચા સપનાઓ બતાવી બ્રિટનમાં લાવવામાં આવી હતી. પરંતુ તેના સપના ચકનાચૂર થઈ ગયા જ્યારે તેને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલી દેવામાં આવી. આ જગ્યાઓ ઉપર તેને દરરોજ 16 થી 17 કલાક કામ કરવાનું હતું અને જો તે કામ કરવાની ના પાડે તો તેને માર મારવામાં આવતો હતો. લગભગ સાત વર્ષ નરક જેવી જિંદગી ગાળ્યા પછી આ દોઝખમાંથી નીકળવાની તક મળી અને સિલ્વિયા સીધી જ બ્રાઝીલ પહોંચી ગઈ.

આખું અઠવાડિયું 365 દિવસ કરવું પડતું હતું કામ

‘ડેઇલી મેઇલ’માં છપાયેલા સમાચારો મુજબ સિલ્વીયાએ એક ચેનલની ડોક્યુમેન્ટરીમાં હંન્ટિંગ ધ સેક્સ ટ્રૈફિકર્સ (Channel 4 documentary Hunting the Sex Traffickers) માં તેની આપવિતી સંભળાવી હતી. સિલ્વીયાએ જણાવ્યું હતું કે તે બ્રિટનના કેટલાય વેશ્યાગૃહોમાં વેચાય હતી. જ્યાં તેને અઠવાડિયાના સાતેય દિવસ 16 થી 17 કલાક કામ કરાવવામાં આવ્યું હતું અને બદલામાં તેને માત્ર 20 ડોલર (લગભગ બે હજાર રૂપિયા) મળતા હતા. 20 ડોલરમાં દિવસના 10થી 12 ગ્રાહકોની શારીરિક ભૂખ સંતોષવી પડતી હતી. પૈસા આપીને શરીર ખરીદનાર ગ્રાહક કહે તે બધું કરવું પડતું હતું. સહન ના થાય તો પણ હસતા મોઢે અંદરથી પીસાતા હતા. શારીરિક પીડાઓ પણ પહોંચતી છતાં ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવો પડતો હતો.

જામનગર

સેક્સ વર્કર પર બળાત્કાર સામાન્ય બાબત

સિલ્વીયાએ જણાવ્યું કે લંડનમાં સેક્સ વર્કર સાથે લૂંટફાટની ઘટનાઓ પણ સામાન્ય છે. યુવકોની ટોળકી છરીની અણીએ આવીને લૂંટી જતી હતી અને મહિલાઓમાં એટલી હિંમત પણ નહોતી બચતી કે પોલીસમાં ફરિયાદ કરે. એટલું જ નહીં, ત્યાં સેક્સ વર્કર્સ પર બળાત્કાર પણ સામાન્ય છે. તેની સાથે બનેલી ક્રૂરતાને યાદ કરતાં સિલ્વિયાએ કહ્યું કે બ્રિટનમાં એક એચ.આઈ.વી. પોઝિટિવ શખ્સે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

દૈનિક 10 થી 12 ગ્રાહકો આવતા હતા

દરરોજ 10 થી 12 ગ્રાહકો સિલ્વીયાના શરીરને ચૂંથતા હતા. તેની પાસે મૌન – ખામોશી સિવાય કોઈ ઉપાય નહોતો. મૌન રાખી ગ્રાહક જે કરે તે સહન કરવા સિવાય કોઈ આરો નહોતો. કોઈ આવીને ગુપ્ત ભાગો પર ઈજા પહોંચાડે તો પણ સહન કરવી પડતી. અઘટિત જે પણ કરાવે તે બધું જ હસતા મોઢે સહન કરીને કરવું પડતું હતું. રૂમની અંદર પૈસાથી જિસ્મ ખરીદનાર એક રાક્ષસનો સામનો કરવો પડતો હતો અને બહાર લૂંટારૂઓનો. સિલવીયાએ જણાવ્યું કે લંડનમાં પાંચ-છ યુવકોની ગેંગ હતી, જે અમારા ઘરોમાં ઘૂસીને લૂંટ ચલાવતા હતા. તેઓ જાણતા હતા કે અમે પોલીસને બોલાવીશું નહીં તેથી પોતાનું ધાર્યું કરી જતા.

આ ઘટના યાદ કરતાં આજે પણ રુંવાડા હલી જાય

એક ઘટનાને યાદ કરતાં સિલ્વિયાએ કહ્યું કે, ‘એક દિવસ હું ઓક્સફર્ડમાં હતી. ત્યારે એક યુવક આવ્યો અને મને તેની સાથે લઈ ગયો. ત્યાં તેણે મારી ઇચ્છા વિરુદ્ધ કોન્ડોમ ફેંકી અને મારી સાથે સેક્સ કર્યું. બાદમાં તેણે મને એક ટેક્સ્ટ મેસેજ કરી જણાવ્યું કે મને એચ.આય.વી. થયો છે. ચેનલ4ની આ ડોક્યુમેન્ટ્રી સંગઠિત અપરાધને લઈને પોલિસની તપાસ આધારિત છે. જેમાં સિલ્વિયા જેવી બીજી ઘણી સ્ત્રીઓ વિશે બતાવાયું છે. જેનોએ જિસ્મના ધંધામાં મોકલી દેવાઈ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana

ગાયને રોટલી ખવડાવવાના છે જબરદસ્ત ફાયદા, પુણ્ય સાથે મળે છે આ તમામ ખુશીઓ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!