GSTV

VIDEO/ નદીના ધસમસતા પ્રવાહમાં મહિલા પડી ગઈ, જીવવા માટે તરફડીયા મારતી જોઈ એક યુવાને જીવ સટોસટની બાજી લગાવી દીધી

Last Updated on November 27, 2021 by Pravin Makwana

દેશભરના કેટલાય રાજ્યોમાં મૂશળધાર વરસાદના કારણે પુર જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. નદીઓમાં પાણીનો ધોધ એટલો વહીં રહ્યો છે કે, તેના કારણે કેટલાય લોકોની સ્થિતી કફોડી બની છે. મધ્ય પ્રદેશના ભેડાઘાટમાં પણ જળસ્તર વધી ગયું છે. સોશિયલ મીડિયા પર અહીંનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નર્મદા નદીના ભારે વહેણના કારણે એક મહિલા તણાઈ ગઈ હતી. તેને જોઈને એક શખ્સ પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર છલાંગ લગાવીને કુદી પડ્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને આપનો પણ શ્વાસ અટકી જશે.

પાણીના વહેણમાં મહિલા ડૂબી

મધ્ય પ્રદેશના ભેડાઘાટનો આ વીડિયોમાં એક મહિલા નદીના વહેણમાં તણાતી દેખાઈ રહી છે. પથ્થર પરથી પગ લપસી જતાં મહિલા તણાઈ ગઈ હતી. નદીના પાણીમાં તે પડી ગઈ હતી. વહેણ ભારે ઉછાળા મારતું હોવાથી પોતાનો જીવ બચાવવા માટે મહિલા તરફડીયા મારી રહી હતી. આ જોઈને એક ભાઈ કુદી ગયો. મહિલા ગોળ ગોળ પાણીની ભંવરમાં ફસાઈ ગઈ હતી.

માણસે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાનો જીવ બચાવ્યો

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નદીના ઝડપી વહેતા પાણીમાં જ્યારે મહિલા તણાઈ રહી હતી, ત્યારે લોકોએ તેને તમાશો બનાવી જોવાનું શરૂ કરે છે, જ્યારે એક પુરુષ પહાડો પરથી નીચે કુદી પડ્યો અને તેના જીવ પર ખેલીને મહિલાને પકડવાનો પ્રયાસ કરે છે. તેનો જીવ બચાવવામાં તેણે એક સેકન્ડનો પણ વિચાર કર્યો નહોતો.

કેવી રીતે મહિલા પાણીમાં પડી

પુરુષ નીચે ઉતરતાની સાથે જ ત્યાં ઉભેલા લોકો આગળ વધે છે અને તેને દોરડા વડે મહિલાને ઉપર ખેંચવામાં મદદ કરે છે. વીડિયોમાં ત્યાં ઊભેલા લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે મહિલાને ચક્કર આવ્યા હશે, જેથી તેનો પગ લપસી ગયો અને પડી ગઈ.

READ ALSO

Related posts

પૃથ્વીથી 379 પ્રકાશ વર્ષ દૂર ગુરૂ કરતાં ત્રણ ગણો મોટો ગ્રહ મળ્યો, વિજ્ઞાાનીએ વિશિષ્ટ એકઝોપ્લેનેટ શોધ્યો

Damini Patel

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ, બે આતંકી ઠાર, સરહદેથી પાક.નો ઝંડો જપ્ત

Damini Patel

કડાકો/ ક્રીપ્ટોમાં અધધ કરોડ સાફ, ટોચની 100 કરન્સીમાંથી 94માં સાત દિવસથી સતત ઘટાડો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!