ડિપ્લોમેટિક દરજ્જો ધરાવતી કોઇ વ્યક્તિના નામે સોનાની દાણચોરીમાં કિથત રીતે સંડોવાયેલી યુએઇની એલચી કચેરીની પૂર્વ કર્મચારી સ્વપના સુરેશ સામે યુએપીએ કલમ હેઠળ કેસ દાખલ કરાયો હોવાનું નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ એ આજે કેરળ હાઇકોર્ટને જણાવ્યું હતું.
દાણચોરીમાં સપનાએ ડિપ્લોમેટિક દરજ્જો ધરાવતી વ્યક્તિને ઉપયોગ કર્યો
સપના સુરેશના આગોતરા જામીનનો વિરોધ કરતી અરજીમાં કેન્દ્રના વકીલ અને એનઆઇએ એ કહ્યું હતું કે તેની સામે અપરાધિક કેસ છે. વકીલે કહ્યું હતું કે તાજેતરમાં થિરૂવનંતપુરમ એરપોર્ટ ખાતે કસ્ટમ વિભાગે પકડી પાડેલા 30 કીલો સોનાની દાણચોરીમાં સપનાએ કોઇ ડિપ્લોમેટિક દરજ્જો ધરાવતી વ્યક્તિનો ઉપયોગ કર્યો હતો.


સોનાની દાણચોરીમાં તેની શું ભૂમિકા હતી તે જાણવા માટે સ્વપનાની કસ્ટડી જરૂરી હોવાથી તેની હાજરીની જરૂર છે. કેન્દ્ર સરકારે જેને આ કેસની તપાસ કરવા કહેવામાં આવ્યું હતું તે એનઆઇએના વકીલે કહ્યું હતું કે એનઆઇએ દ્વારા જેની તપાસ કરાતી હોય તેને પર હાઇકોર્ટની ભૂમિકા પર પ્રતિબંધ હોય છે.
વકીલની દલીલ સાંભળ્યા પછી જસ્ટિસ અશોક મેમને ધરપકડ પર રોક ઇચ્છતી હંગામી અરજીને ફગાવી દીધી હતી. આગોતરા જામીનની અરજી કરાયા ગુરૂવારે સાંજે એનઆઇએ દ્વારા તપાસનો નિર્ણય લેવાયા હોવાથી સુનાવણી મોકુફ રાખવાની સપનાના વકીલની અરજીની હવે પછીની સુનાવણી મંગળવારે રાખવામાં આવી હતી. જસ્ટિસ મેનને એનઆઇએને એફઆઇઆરની એક નકલ આરોપીને આપવા આદેશ કર્યો હતો.
Read Also
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….