GSTV

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Last Updated on September 18, 2021 by Vishvesh Dave

અમેરિકાના મેક્સિકોમાં રહેતી 37 વર્ષીય મહિલા 11 બાળકોની માતા છે. હવે તે 12 મા બાળકની તૈયારી કરી રહી છે. આ મહિલાએ દર વર્ષે બાળક પેદા કરવા પાછળ ‘અજબ’ કારણ આપ્યું છે. મહિલાનું કહેવું છે કે ડિલિવરીની ચિંતા હોવા છતાં તેને ગર્ભવતી રહેવું ગમે છે.

ધ સન યુકે અનુસાર, 37 વર્ષીય મહિલા કર્ટની કહે છે, “મને મારી ગર્ભાવસ્થા દરમિયાન હંમેશા સારું લાગ્યું છે. મને નબળાઈ નથી લાગતી, મને વધારે દર્દ પણ નથી થતું.”

કર્ટની ઉમેરે છે, “તે દરેક માટે અલગ હોય છે, પરંતુ મારું શરીર સામાન્ય રીતે ગર્ભાવસ્થાને ખૂબ સારી રીતે લે છે. જો આ ન હોત તો કદાચ અમારા આટલા બધા બાળકો ન હોત.” જોકે, મોટો પરિવાર હોવાને કારણે તેઓ પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

કર્ટનીએ કહ્યું, ‘અમારી પાસે 15 પેસેન્જર વાન છે, પરંતુ જ્યારે અમે પ્રવાસ પર જઈએ છીએ, ત્યારે તેમાં ખૂબ ભીડ થાય છે. મુસાફરી માટે ટ્રેલરની જરૂર છે. છેલ્લી વખત અમે વેકેશન લીધું હતું ત્યારે અમે એક મકાન ભાડે લીધું હતું કારણ કે અમારે હોટલમાં ઘણા રૂમ લેવા પડે. મહિલાએ કહ્યું કે તેનું ઘર પણ નાનું પડી રહ્યું છે. હાલમાં, ઘરમાં સાત શયનખંડ અને ચાર બાથરૂમ છે.

કર્ટની(Courtney) અને તેના પતિ ક્રિસ રોજર્સ(Chris Rogers)ના નામની જેમ તમામ 11 બાળકોના નામ પણ ‘C’ અક્ષરથી રાખવામાં આવ્યા છે. તેઓ આવનારા બાળકનું નામ ‘C’થી જ રાખવા જઈ રહ્યા છે. કર્ટની કહે છે કે અમારા 11 બાળકોમાંથી 6 દીકરા અને 5 દીકરીઓ છે. તેથી જ અમને આગામી સંતાન પુત્રી જોઈએ છે જેથી અમારા 6 પુત્રીઓ અને 6 પુત્રો થાય.

ALSO READ

Related posts

Diwali 2021/ દિવાળી પે કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!