અમેરિકાના મિયામી એરપોર્ટ પર હાજર લોકો એ સમયે ચોકી ગયા જયારે એક મહિલા માત્ર બિકીની પહેરી ત્યાં પહોંચી ગઈ. ખભા પર બેગ લટકાવી ગ્રીન કલરની બિકીનીમાં મહિલા ફરવા આવી ન હતી પરંતુ તેણે ફ્લાઇટ પકડવી હતી. સોશિયલ મીડિયા યુઝરે મજાકિયા અંદાજમાં આ વાતને લઇ મહિલાની તારીફ કરી રહ્યા છે કે માસ્ક લગાવવાનું ભૂલી નહિ, કો કે જાણ નથી થઇ રહી કે મહિલા કોણ હતી અને ક્યાંની હતી.
બધાની નજર મહિલા પર
એક મીડિયા રિપોર્ટ મુજબ, જયારે મહિલા ગ્રીન ટુ-પીસ સ્વીમસૂટમાં માયામી એરપોર્ટ પર પહોંચી, તો લોકોની નજર એના પર જ ટકી ગઈ. જો કે તે એવી રીતે રિએક્ટ કરી રહી હતી જેમ કે તેણે કઈ અજીબ જોયું જ નથી. ખભા પર બેગ લગાવી મહિલા આરામથી એરપોર્ટ પર ફરતી રહી. આ દરમિયાન ત્યાં હાજર યાત્રીએ એમનો વિડીયો બનાવી લીધો હવે વાયરલ થઇ રહ્યો છે.
યુઝરે કોમેડી કેપ્શન લખ્યું
આ વીડિયો ‘Humans of Spirit Airlines’ નામના એકાઉન્ટમાંથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં મહિલાની મજાક ઉડાવતા લખવામાં આવ્યું, ‘જ્યારે બપોરે પૂલ પાર્ટી હોય અને તમારે ચાર વાગ્યે ફ્લાઇટ પકડવાની હોય’. આ વિડીયો પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે, ‘ઓછામાં ઓછું તેણે માસ્ક પહેર્યું છે’. જોકે મિયામીથી મહિલા ક્યાં ગઈ તે હજુ સ્પષ્ટ થયું નથી.

શોધી રહ્યા છે વાસ્તવિકતા
તે જ સમયે, Spirit Airlinesનું કહેવું છે કે વીડિયો વેરિફાઇડ નથી. તે ગમે ત્યાં, કોઈપણ સમયે ફિલ્માંકન થઈ શકે છે. તેમને કોઈ પણ મુસાફરે બિકીની પહેર્યા હોવાની માહિતી મળી નથી. પછી તે પણ તપાસવામાં આવી રહી છે કે તે સ્ટંટ હતો કે હકીકતમાં તે મહિલા ટૂ-પીસમાં મુસાફરી માટે આવી હતી.
Read Also
- મહાસાગરો અને સમુદ્રોમાં રહેતી 91% પ્રજાતિની શોધ બાકી, માત્ર 9% દરિયાઈ જીવો વિષે જ જાણકારી મેળવી શકાઈ
- ‘હું જીવનના મુશ્કેલ સમયમાં છું’ લખીને અભિનેત્રી કાજોલે તમામ પોસ્ટ ડિલીટ કરી, સોશિયલ મીડિયામાંથી લીધો વિરામ
- અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારીઓને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
- Solo Traveling: શું તમે એકલા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો? ભૂલથી પણ ન કરો આ 6 ભૂલો
- નેપાળ/ કાઠમંડુના મેયરે પોતાની ઓફિસમાં ગ્રેટર નેપાળનો નકશો લગાવ્યો, હિમાચલથી માંડીને બિહાર સુધીના વિસ્તાર પોતાના ગણાવ્યા