GSTV

VIDEO: ગુજરાતી મહિલાઓ ધ્યાનથી જુઓ અહીં, કસરત પણ થશે અને ઘઉં પણ દળાઈ જશે !

દેશી જૂગાડમાં ભારતીયોએ એકહથ્થુ શાસન જમાવ્યુ છે, જેની તોલે કોઈ આવી શકે નહીં, દેશમાં ટેલેન્ટ ખોબલેને ધોબલે ભરેલુ છે, બસ જરૂર છે ફક્ત એક સારુ પ્લેટફોર્મ મળી જાય. લોકડાઉન દરમિયાન જોકે, ઘણા આવા કેસ સામે આવ્યા છે, જેમાં આપણને જોવા મળે છે કે, આપણે શુ શુ કરી શકીએ છીએ. આવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાએ જૂગાડ દ્વારા ઘરે બેઠા આરામથી ઘઉ દળી રહી છે. તેણે જીમની સાયકલથી ઘઉં દળવાનું મશિન બનાવ્યુ છે. જેનાથી તેની એક્સરસાઈઝ પણ થઈ જાય છે અને ઘઉં પણ દળાઈ જાય છે. આઈએએસ ઓફિસર અવનીશ શરણે આ વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જોઈ શકો છો કે, મહિલા જીમની સાયકલથી ઘઉં પીસી રહી છે, જે પૈડલ દ્વારા ઘઉં દળી રહી છે. મહિલાએ એક્સરસાઈઝની સાથે સાથે ઘરના આ મહત્વના કામ માટે ગજબનું જૂગાડ અપનાવ્યુ છે. આઈએએસ અધિકારીએ વીડિયો શેર કરતા લખ્યુ છે કે, ગજબનો જૂગાડ…કામ પણ અને કસરત પણ, કોમોન્ટ્રી પણ શાનદાર

આ વીડિયોને તેમને 29 ઓગસ્ટના રોજ શેર કર્યો હતો, જેને અત્યાર સુધીમાં 7 લાખથી પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. સાથે જ 4 હજારથી વધારે લાઈક્સ અને 900થી વધારે રિટ્વીટ પણ મળ્યા છે. લોકો આ જૂગાડના ખૂબ વખાણ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!