viral: આ બેન ઇલેક્ટ્રિક કાર લઈને પેટ્રોલ પમ્પે પહોંચી ગયાં, પછી જે થયુ એ તમે પણ જુઓ

યુટ્યુબ અને ફેસબુક પર એક વિડિઓ ખૂબ viral થઈ રહ્યો છે. એક મહિલા ઇલેક્ટ્રિક કાર લઈને પેટ્રોલ પમ્પ પહોંચી ગઈ. પછી જે થયું તે જોવા જેવું છે. મહિલાએ માત્ર પેટ્રોલ નાખવાનો જ પ્રયત્ન કર્યો એટલું નહી પણ ગાડીને ખોલવાનો પણ પ્રયાસ કર્યો. પાછળ ઉભા લોકોએ વિડિયો રેકોર્ડ કરી લીધો.

વિડિયો બનાવતી વખતે તે પણ ઉત્સાહથી હસતાં હતા. એક સમયે તે ગાડીની ટાંકી શોધી રહી હતી અને એકવાર તો પેટ્રોલ નોઝલ ગાડીનાં ચાર્જિંગ પોઇન્ટમા નાખી પણ દીધી હતી. ખૂબ લાંબા સમય પછી એક વ્યક્તિ ગયો અને તેણે કહ્યું કે આ ઇલેક્ટ્રિક કાર છે. આ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. પછીથી મહિલા પણ જોર જોરથી હસે છે. તમે પણ જુઓ કે કેવી ધમાલ થઈ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter