હજૂ પણ આખી દુનિયા કોરોના સામે લડી રહી છે. એવુ નથી કે આ બિમારી ખતમ થઈ ગઈ છે. વર્ષ 2021 આવવા છતાં પણ માસ્ક ઉતરવાની વાત કોઈએ કરી નથી. કેટલાય દેશોમાં હજૂ પણ કર્ફ્યૂ લાગેલા છે. જો કે અહીં વાત થઈ રહી છે કેનેડાની, અહીં ક્યૂબેકમાં ચાર અઠવાડીયું કર્ફ્યૂ લાગેલુ છે. રાતના 8 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી. જો કે, અત્યંત જરૂરી કામ માટે લોકો બહાર નિકળી શકે છે. પોતાના પાલતૂ જાનવરોને પણ બહાર ફેરવી શકે છે.
News from Quebec:
— Kelly Greig (@KellyGreig) January 11, 2021
I just confirmed with Sherbrooke police that a husband and wife were fined for walking after curfew with the man on a leash. The officer told me her defense was she is allowed to walk a dog after curfew.
They were fined $1500 each.@CTVMontreal @CTVNews
એક મહિલાએ તો હદ કરી નાખી
કિંગ સ્ટ્રીટ ઈસ્ટમાં એક મહિલાએ તો કમાલ કરી નાખી હતી. તેણે પોતાના પતિના ગળામાં કુતરાને બાંધવાનો પટ્ટા બાંધી રાખ્યો હતો. જ્યારે પોલીસે તેને પૂછ્યુ કે, તે બહાર શું કરી રહી છે., તો તેણે કહ્યુ હતું કે, તે પોતાના કુતરાને ફેરવી રહી છે. તેણે પોલીસવાળાને કહ્યુ હતું કે, આ કર્ફ્યૂમાં પાલતૂ જાનવરોને લઈને ફરવાની તો મનાઈ નથીને ?

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ કપલ પોલીસ સાથે થોડી વાર પણ વાત કરવા માટે તૈયાર નહોતું. ત્યારે આ ઘટના બાદ પોલીસે બંને પર 1500-1500 ડૉલરનો દંડ ફટકાર્યો હતો. ભારતીય ચલણ મુજબ આ 2 લાખ રૂપિયા જેટલા થાય છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….