લગ્ન એક એવો પ્રસંગ હોય છે કે જેમાં પરિવારના તમામ સદસ્યો એક જ જગ્યાએ એકત્ર થાય છે. આ દરમ્યાન ઘણી ચહેલપહેલ હોય છે. જો કે કેટલીક વાર એમ પણ થાય છે કે કેટલાક સંબંધીઓ કોઇ પરેશાનીમાં અટવાઇ જવાના કારણે પ્રસંગમાં પહોચી શકતા નથી પરંતુ પરિવારજનો તો કોઇપણ સંજોગોમાં લગ્ન સ્થળે પહોચી જ જાય છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે ખુબ જ શાનદાર છે. આ વીડિયોમાં ભાઇ બહેનનો પ્રેમ જોઇને લોકો ઇમોશનલ થઇ રહ્યા છે.

વાત જાણે એમ છે કે ભાઈના લગ્નમાં અચાનક જ વિદેશથી બહેન આવી અને તેણે બધાને ચોંકાવી દીધા. વાસ્તવમાં મામલો એવો છે કે તાજેતરમાં જ એક છોકરી નોકરી માટે બ્રિટન ગઈ હતી. દરમિયાન તેના ભાઈના લગ્ન થઈ રહ્યા હતા, પરંતુ તેને લાગ્યું કે તે લગ્નમાં હાજર રહી શકશે નહીં. આ વિચાર તેને ખૂબ જ પરેશાન કરતો હતો. જો કે, આખરે તેનાથી રહેવાયું નહીં અને તે ફ્લાઈટ પકડીને સીધી લગ્ન સ્થળ પર પહોંચી. પછી શું, અચાનક તેને જોઈને આખો પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયો. તેની માતા ખુશીથી ચીસો પાડે છે. તે જ સમયે, પિતા પણ ખુશીથી ચીસો પાડે છે અને પછી છોકરી બંનેને ગળે લગાવે છે. પછી તે તેના ભાઈને પણ ગળે લગાવે છે. આ ક્ષણે સૌને ભાવુક કરી દીધા હતા.
આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર officialhumansofbombay નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં આખી સ્ટોરી કહેવામાં આવી છે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ