GSTV
Home » News » માનતા પુરી કરવા ગયેલી મહિલા ફસાઈ ગઈ મૂર્તિની વચ્ચે જુઓ વીડિયો

માનતા પુરી કરવા ગયેલી મહિલા ફસાઈ ગઈ મૂર્તિની વચ્ચે જુઓ વીડિયો

લોકો ભગવાન પાસે ઘણી અલગ અલગ માનતાઓ માંગે છે. કોઈ પ્રસાદ ચઢાવવાની, કોઈ ધન ચઢાવવાની તો કોઈ વ્રત રાખવાની માનતા રાખે છે. ગુજરાતમાં પણ એક મહિલાએ એવી માનતા રાખી હતી.

જે તે મહિલા માટે મુશ્કેલ બની ગઈ હતી. માનતા પુરી કરવા માટે ગયેલી મહિલા સાથે એવું કંઈક થયુ કે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં એક મહિલાએ માનતા પુરી થાય તો હાથીના પગ વચ્ચેથી નીકળવાની માનતા રાખી હતી.

ત્યારે આ મહિલા માનતા પુરી કરવા માટે હાથીની મૂર્તિનાં પગોની વચ્ચેથી નીકળી રહી હતી. મૂર્તિ ઘણી નાની હોવાના કારણે મહિલા હાથીના પગ વચ્ચે ફસાઈ ગઈ હતી.

વીડિયોમાં દેખાઈ રહ્યુ છેકે, મહિલા હાથીના પગ વચ્ચેથી નીકળવાના પ્રયાસો કરી રહી છે પરંતુ તે અસફળ થઈ રહી છે.  આ દરમ્યાન તેની સાથી મહિલાઓ તેની મદદ માટે આગળ આવે છે. અને ઘણા બધા પ્રયાસો બાદ આ મહિલા મૂર્તિની બહાર નીકળવામાં સફળ થઈ જાય છે.  

મહિલા બહાર આવતાની સાથે જ મહિલાઓએ ભગવાનના મંદિરમાં જોર-જોરથી જય અંબેના જયઘોષ લગાવ્યા હતા. ત્યારે આ મહિલાના સંઘર્ષનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ સ્ટોર વિભગામાં રેડ કરી, આવુ કાંઇક મળી આવતા આશ્ચર્ય!

Riyaz Parmar

હાફિઝની ધરપકડ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આપ્યુ પોતાનુ નિવેદન

Kaushik Bavishi

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!