GSTV

આ વીડિયો જોઈને દારૂના શોખિન લોકોનો જીવ બળીને ખાખ થઈ જશે !

કહેવાય છે ને કે, ગુસ્સો માણસને પતાવી દે છે. વાત પણ એકદમ સાચી છે. બ્રિટેનની એક મહિલાએ પોતાના ગુસ્સાના કારણે 95 લાખ રૂપિયાનું નુકસાન કરી નાખ્યુ છે. તેણે ત્યાંની એક સુપર માર્કેટમાં ઘૂસીને દારૂની 500 બોટલો ફોડી નાખી હતી.

ત્યારે હવે આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ મામલો Aldi supermarcket જે ઈંગ્લેન્ડના Stevengeમાં આવેલો છે. એવુ કહેવાય છે કે, મહિલાએ અહીં 500 જેટલી દારૂની બ્રાન્ડેંડ બોટલો ફોડી નાખી હતી. જેની કિંમત અનુમાને 130,000 ડૉલર બતાવાયા છે. ભારતીય કરંસીમાં તે 95 લાખની આસપાસ થાય છે.

ફ્લોર પર દારૂની રેલમસેલ

આ વીડિયોમાં પણ આપ જોઈ શકો છો કે, આ મહિલા ધડાધડ દારૂની બોટલો ફોડવા લાગી છે. આ ઘટના બાદ અહીં જ્યાં જુઓ ત્યાં ફૂટેલી બોટલો જોવા મળતી હતી. દારૂની પણ રેલમસેલ વહેવા લાગી હતી. સુપરમાર્કેટમાં હાજર લોકો જણાવે છે કે, અમે આજ સુધીમાં આવો નજારો ક્યારેય નથી જોયો. બાદમાં આ મહિલાને પકડીને પોલીસના હવાલે કરી દેવામાં આવી હતી. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

READ ALSO

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!