GSTV

ઉડતા વિમાનમાં આ મહીલાને આવી ગઈ ઉંઘ, જ્યારે તે જાગી પછી થયું એવું કે……

મુસાફરી દરમિયાન ઊંઘ આવે તે સામાન્ય બાબત છે. પછી તમે બસથી ટ્રેન દ્વારા અથવા વિમાન દ્વારા મુસાફરી કરી રહ્યા છો, મુસાફરી દરમિયાન દરેક વ્યક્તિને થાક અને ઠંડી હવાઓ વચ્ચે ઊંડી ઊંઘ આવે છે. પરંતુ કેનેડામાં વિમાનની મુસાફરી દરમિયાન એક મહિલાને ઉંઘવું થોડું મોંઘુ પડ્યું છે. જ્યારે તે મહિલાની ઊંઘ ઉડી, ત્યારે તેણે પોતાને જોઈને આઘાત લાગ્યો હતો. ત્યાં સુધી વિમાન ઉતરાણ કરી ચૂક્યુ હતું.

હવે આ મહિલાની વાત સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.વાસ્તવમાં ટિફની એડમ નામની આ મહિલા આ મહિનાની શરૂઆતમાં એર કેનેડાની ફ્લાઇટ સાથે મુસાફરી કરી રહી હતી. તેઓ ક્યૂબેકથી ટોરેન્ટોના પીયરસન ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની ફલાઈટ હતી. વિમાનમાં મુસાફરી કરતી વખતે એડમને ઊંઘ આવી ગઈ હતી. જેમાં વિમાને ટોરોન્ટોના પીયરસન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરણ કર્યું ત્યારે પણ, એડમની ઊંઘ ખુલ્લી ન હતી અને તે સતત સૂઈ રહી હતી.

કેટલાક કલાકો પછી જ્યારે એડમની ઉંઘ ઉડી ત્યારે તેણે જોઈને શોક થઈ ગઈ હતી. વિમાનમાં સંપૂર્ણ અંધારુ હતું. તેની આસપાસ કોઈ પેસન્જર નહોતું. વિમાન સંપૂર્ણ પણે ખાલી હતું, અને તમામ પેસન્જર વિમાન માંથી જતા રહ્યા હતા. પરંતુ એડમ હજુ પણ સૂતી રહી, એડમની આ વાતને એર કેનેડાની ફેસબુક પેજ પર તેની એક ફ્રેન્ડે શેર કર્યો છે.

ફેસબુક પર શેર કરેલી વાL અનુસાર, એડમને લાગ્યું કે તે ખરાબ દુઃસ્વપ્ન જોઈ રહી છે. તેણે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે આ કેવી રીતે થયું? તે પછી તેણે તેના એક મિત્રને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ થઈ ગયો હતો. કારણ કે ફોનની બેટરી સમાપ્ત થઈ ગઈ હતી. તે પછી, તેઓએ વિમાનમાં ફોન ચાર્જ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એન્જિનના બંધ થવાને લીધે ફોન પર ચાર્જ થઈ શક્યો ન હતો. તે પછી તેણે પ્લેનમાં લાઇટ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો. સદનસીબે, એડમને વિમાનના કોકપીટમાં ટોર્ચ મળી તે પછી તેણે ગમેતે રીતે વિમાનનો દરવાજો ખોલ્યો પરંતુ અહીં તેની સામે એક સમસ્યા હતી. તે કે 50 ફૂટ ઊંચા પ્લેનથી તે સીડી વગર કઈ રીતે ઉતરે તે પછી, તેણે ટોર્ચના પ્રકાશથી એરપોર્ટ પર ચાલવા વાળી કારના ડ્રાઇવરને સંકેત આપ્યો, ત્યાં ત્યાં કોઈ છે. તે પછી એડમની શોધમાં એક માણસ ત્યાં પહોંચી ગયો. તે માણસને આશ્ચર્ય થયું કે એક મહિલા અંધારામાં વિમાનના દરવાજાથી લટકી રહી છે. આ પછી, એર કેનેડાએ તેની ભૂલ બદલ એડમની માફી માંગી હતી

READ ALSO

Related posts

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

Ankita Trada

નેહા કક્કડ અને રોહનપ્રિતની થઇ સગાઇ, બહાર આવ્યો ફંક્શનનો VIDEO

Mansi Patel

2GBની જગ્યાએ રોજ 4GB ડેટા, Vi ડબલ ડેટા પ્લાન્સમાં મેળવો 336GB સુધીનો ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!