GSTV
Home » News » બેડ પર હતું સાંપોનું જોડું, ફોનમાં વ્યસ્ત મહિલા બેસી ગઈ તેના પર પછી થયું એવું કે…

બેડ પર હતું સાંપોનું જોડું, ફોનમાં વ્યસ્ત મહિલા બેસી ગઈ તેના પર પછી થયું એવું કે…

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક મહિલા ફોન પર વાત કરતી હતી ત્યારે તેના બેડરૂમમાં સાપની જોડી પર હતી તે તેના પર બેસી ગઈ હતી. સાપોએ તેને તરત જ ડંખ માર્યો અને તે મરી ગઈ હતી.

આ ઘટના ગોરખપુર જિલ્લાના રિયાવ ગામની છે, જ્યાં મીરા નામની મહિલા ફોન પર વાત કરી રહી હતી. તેનો પતિ જયસિંહ થાઇલેન્ડમાં નોકરી કરે છે. ફોન પર વાત કરતી કરતી મીરા બેડરૂમમાં પહોંચી ગઈ અને બેડ પર બેસી ગઈ હતી.

તે જ સમયે, બે સાપની જોડી બેડ પર પડ્યા હતા. તે અજાણતાં તેમના ઉપર બેઠી. સાપોએ મીરાને ડંખ માર્યો હતો. આ પછી પરિવારે મીરાને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાંથી ડોક્ટરોએ તેને મઉ જિલ્લામાં રિફર કરી હતી, પરંતુ મીરાનું ત્યાં જ મોત નીપજ્યું હતું.

આશ્ચર્યજનક વાત એ છે કે ત્યાં સુધી સાપની જોડી પથારી પરજ ફરતા રહ્યા. ત્યારે ગુસ્સે ભરાયેલા લોકેઓ સાપની જોડીને માર મારીને મારી નાખ્યા હતા. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને સાપ ઘણા સમયથી પલંગ પર બેઠા હતા પરંતુ તે મહિલા તેને જોઇ શકી ન હતી.

READ ALSO

Related posts

દેશના પ્રખ્યાત કવિ માણિક વર્માનું નિધન, અંતિમ સમયમાં પણ ન છોડ્યો કવિતાનો સાથ

Kaushik Bavishi

શેરબજારમાં આવેલા કડાકાથી ઈન્વેસ્ટરોનાં કરોડો રૂપિયાનું થયું ધોવાણ

pratik shah

વગર હેલ્મેટે રસ્તાઓ પર નીકળે છે આ માણસ, જોઈ પોલીસ પણ ચાલાન નથી કરતી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!