GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

પૂર્વ પ્રેમીના લવલેટરને સળગાવતા સળગાવતા એવો ભડકો થયો કે કરોડનો ચૂનો લાગી ગયો

પ્રેમી કે ગર્લફ્રેન્ડને લવ લેટર લખવું એ સામાન્ય વાત છે, પરંતુ આજે ભાગ્યે જ જોવા મળે છે. જો કે, વિશ્વમાં કેટલાક લોકો એવા પણ છે કે જેઓ તેમના પ્રેમી અથવા પ્રેમિકાને લવ લેટર લખે છે. અમેરિકામાં લવ લેટર સાથે સંબંધિત એક કિસ્સો જોવા મળ્યો છે, પરંતુ તે થોડું વિચિત્ર છે, જેના જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

હકીકતમાં, અમેરિકાની નેબ્રાસ્કામાં રહેતી 19 વર્ષીય યુવતી તેના એપાર્ટમેન્ટમાં તેના પૂર્વ બોયફ્રેન્ડના લવ લેટરને સળગાવતી હતી, પરંતુ આકસ્મિક રીતે કંઈક એવું થયું કે જેનાથી એપાર્ટમેન્ટને લાખોથી કરોડો રૂપિયાની કિંમતનો ચૂનો લાગી ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરિના ચેનેલે લીલાર્ડ નામની યુવતી બ્યુટેન મશાલોની મદદથી તેના પૂર્વ બોયફ્રેન્ડના પ્રેમ પત્રોને બાળી રહી હતી, પરંતુ ત્યારે આગ પકડાઈ ન હતી. આ પછી તે ત્યાં ફ્લોર પર કેટલાક લવ પત્રો મૂકીને સૂઈ ગઈ હતી. જ્યારે તે થોડી વાર પછી જાગી ત્યારે તેણે જોયું કે રૂમનો કાર્પેટ બળી રહ્યો હતો, ત્યારબાદ તેણે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો અને મકાનમાં આગ લાગી હોવાની જાણ કરી હતી.

ફાયરમેન ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની જાણ થઈ નથી, પરંતુ આગને લીધે એપાર્ટમેન્ટને 4000 ડોલર એટલે કે લગભગ 2.85 લાખનું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, મહિલાની બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

જમાલપુર ઝોનલ કચેરીએ દેખાયો સોશિયલ ડિસ્ટિન્સંગનો ભંગ, રેશનિંગ કાર્ડ મામલે લોકોએ લગાવી લાંબી કતારો

pratik shah

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

Bansari

પાકિસ્તાનમાં આવેલી પૃથ્વીરાજ કપૂરની ઐતિહાસિક હવેલી તોડી પડાશે, પહેલા પાકિસ્તાન સરકાર બનાવવાની હતી મ્યુઝિયમ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!