GSTV
Gujarat Government Advertisement

ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઈ પોતાની આપત્તિજનક તસવીર, જાણો પછી મહિલાના પરિવારે શું કર્યું

તસવીર

Last Updated on April 21, 2021 by Bansari

એક ટિકટોક યુઝરે વીડિયો દ્વારા તેના ફોલોઅર્સ સાથે તેની સ્ટોરી શેર કરી. મહિલાએ જણાવ્યું કે કેવી રીતે તેણે ભૂલથી ફેમિલી ગ્રુપમાં તેની આપત્તિજનક તસવીર મોકલી હતી અને પછી તેની સાથે શું થયું. તે તેના એક મિત્રને તસવીર મોકલવા માગતી હતી, પરંતુ ભૂલથી તસવીર ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઇ.

ફેમિલી ગ્રુપમાં મોકલી દીધી હતી આપત્તિજનક તસવીર

ટિકટોક યુઝરનું નામ બેથની માર્ગેરેટ છે. તેણે ભૂલથી તેની આપત્તિજનક તસવીર ફેમિલી વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દીધી હતી. બેથનીએ જણાવ્યું કે તેના કારણે તે ખૂબ જ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગઇ હતી, કારણ કે તેણે તસવીર ડિલીટ કરી ત્યાં સુધી પરિવારના ઘણા સભ્યોએ તેની તસવીર જોઇ લીધી હતી.

એ દિવસે શું થયું હતુ?

બેથનીએ જણાવ્યું કે તે તેની બેસ્ટ ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા ગઈ હતી. તે ઇચ્છતિ હતી કે શોપિંગ પછી તે ઘરે જશે અને ડ્રેસની ફિટિંગ ચેક કરશે. પરંતુ તેની ફ્રેન્ડને કોઈ કામ યાદ આવી ગયું અને તેની સાથે ઘરે જવાનો પ્લાન રદ થયો.
બેસ્ટ ફ્રેન્ડને મોકલી રહી હતી તસવીર

તસવીર બેસ્ટ ફ્રેન્ડને મોકલી રહી હતી

ત્યાર બાદ જ્યારે બેથની તેના ઘરે પહોંચી તો તેને ડ્રેસની ફિટિંગ ચેક કરી અને તેની ફોટો ક્લિક કરી. પછી તેણે મોબાઇલ લીધો અને વોટ્સઅપ પર તેની બેસ્ટ ફ્રેન્ડને તસવીર મોકલવા લાગી.

ફેમિલિ ગ્રુપમાં આપત્તિજનક તસવીર શેર થયા પછી શું થયું?

થોડી વાર પછી જ્યારે બેથનીએ મોબાઇલ હાથમાં લીધો, તો તે હૈરાન રહી ગઈ. તેના ભાઈએ તેને ફોન કરીને જણાવ્યું કે ગ્રુપની તસવીર તરત ડિલીટ કર. તેણે જોયું કે તસવીર ભૂલથી ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઇ છે. પછી તેણે તરત તસવીર ડિલીટ કરી દીધી, પરંતુ ત્યાં સુધી ઘણા લોકોએ તેની તસવીર જોઇ લીધી હતી. બેથનીએ જણાવ્યું કે એ તો સારુ થયું કે મારા પિતા ત્યારે ઉંઘી રહ્યા હતા. તેમણે આ તસવીર નથી જોઇ, જોકે આગલા દિવસે મે તેમને આખી ઘટની કહી દીધી હતી.

ડિપ્રેશન

લોકોએ કરી મહિલાના પરિવારની પ્રશંસા

આ ઘટના પછી બેથની ખૂબ જ પરેશાન રહેવા લાગી. પરંતુ એવા સમયે તેના પરિવારે તેનો પૂરો સાથ આપ્યો. બેથનીએ જણાવ્યું કે તેના દિયરે પણ તેને દુ:ખી ના થવા માટે કહ્યું. આ ભૂલ કોઇની સાથે પણ થઇ શકે છે. બેથની ડિપ્રેશનમાં ન જતી રહે તેના માટે પરિવારના લોકોએ તસવીરવાળી ઘટના પર કશું ના કીધું. બેથનીએ ટિકટોક પર વીડિયો દ્વારા આ વાત કહી. બેથનીના વીડિયોને અત્યાર સુધી લાખો યુઝર જોઇ ચુક્યા છે. યુઝર બેથનીના પરિવારની પ્રશંસા કરી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમરેલી: કડવા પાટીદાર સમાજે ગામમાં બનાવ્યુ 50 બેડનું કોવિડ કેર સેન્ટર, વિના મૂલ્યે અપાશે તમામને સારવાર

Pravin Makwana

આજે નર્સિંગ ડે : કોરોના મહામારીમાં હોસ્પિટલના વોર્ડને બીજુ ઘર બનાવ્યું, હાથમાં ફ્રેક્ચર સાથે વેક્સિનેશન ડ્રાઈવમાં નોકરી

Bansari

માળો પીંખાયો : ગોંડલમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપટે, ત્રણનાં મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!