GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

માતાઅે ફોન ખરીદવા માટે દીકરા સાથે અેવું કર્યું કે મા-દીકરાનો સંબંધ લજવાયો

અેક મા અા હદે પણ નીચી જઈ શકે. તમે માની નહીં શકો પણ અેક મા અે અેક મોબાઈલ માટે 40 હજારમાં પોતાના દોઢ મહિનાના દીકરાને અનાથાલયને વેચી દીધો છે. અા માતાની ઊંમર માત્ર 23 વર્ષની છે. જેને માતા-પુત્રના સંબંધોને લાંછન લગાવી દીધું છે. અા બાબત બહાર અાવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નાઇજિરિયામાં અા મામલો હાલમાં ટોક અોફ ધી ટાઉન છે. બાળકનો જન્મ 2 જુલાઈના રોજ થયો હતો. પતિ અા બાળકનું ભરણપોષણ કરી શકે તેટલો પણ સક્ષમ ન હતો. પતિઅે બાળક અંગે કરેલી પૂછપરછ બાદ સંતોષકારક જવાબ ન મળતાં તે પોલીસ સ્ટેશન ગયો હતો. અાખરે અા તમામ બાબતોનો ખુલાસો થયો હતો. હને મહિલા બાળકનો પરત માગી રહી છે પણ પોલીસ અા બાબતે કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે.

નાઇજીરિયામાં એક મહિલાએ થોડાંક પૈસા માટે માતા-દીકરાના સંબંધના લીરે-લીરા ઉડાડી દીધા છે. તે મોબાઇલ ફોન ખરીદવા માંગતી હતી, તેના માટે પોતાના દોઢ મહિનાના બાળકને 40000 રૂપિયામાં વેચી દીધું. આ ઘટના અહીંના એડો રાજ્યની છે જ્યાં સ્થાનિક લોકોએ તેની પોલીસમાં ફરિયાદ કરી.

પોલીસ ફરિયાદના આધાર પર આરોપી મહિલાની ધરપકડ કરી છે. 23 વર્ષની મિરેકલ જૉનસને બાળકને અનાથાશ્રમમાં વેચ્યો હતો, તેના બદલામાં તેને અંદાજે 40000 રૂપિયા મળ્યા હતા. પોલીસ પૂછપરચ્છમાં તેણે પોતાનો આરોપ કબૂલ્યો છે. સાથો સાથ કહ્યું કે તેણે પોતાના મિત્ર મામા જૉયની મદદથી એનાંબ્રા રાજ્યના ઓનિત્શા સ્થિત અનાથાશ્રમમાં બાળકને વેચ્યું હતું.

આરોપી મહિલાનું કહેવું છે કે તણાવમાં આવીને બાળકને વેચી દેવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું કે હું વેચેલા પૈસામાંથી ફોન ખરીદવા માંગતી નહોતી પરંતુ મારા મિત્રએ જીદ કરી એટલે ખરીદવો પડ્યો. જ્યારે મિરેકલના પતિ જૉનસન ઓમુવોક્પરે કહ્યું કે તેણે પત્નીને બાળકને વેચવા માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. બાળકને વેચીનો ફોન ખરીદવાનો અા મામલો ખરેખર શરમજનક છે.

Related posts

ચીનની દગાખોરી સામે ભારતની જનતામાં ભારોભાર આક્રોશ, કહ્યું યુદ્ધ થવુ જોઈએ

Mansi Patel

હોકી કેમ્પમાં કોરોનાનો પગપેસારો : ભારતીય કેપ્ટન મનપ્રીતસિંહ સહિત પાંચ ખેલાડીઓ થયા સંક્રમિત

Nilesh Jethva

વિમાન દુર્ઘટના : 15નાં મોત, 4 હજુ વિમાનમાં ફસાયા અને 170 લોકોને સારવાર માટે લઈ જવાયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!