GSTV
India News Trending

અધમતાની હદ/ પતિએ ખોટું નામ બતાવીને કર્યા લગ્ન, બે દિયર સાથે મૌલાનાએ કર્યો બળાત્કારઃ સાસુ ગોતી લાવતી હતી ગ્રાહકો

ગુડ ટચ-બેડ ટચ

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી લવ જેહાદનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. અહીં નામ બદલીને લગ્ન કરનાર પતિએ જ મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે, પરંતુ લગ્ન બાદ મહિલાના બે દિયર અને એક મૌલાનાએ પણ તેની સાથે બળાત્કાર કર્યાનો આક્ષેપ કર્યો છે. આ પછી મહિલાની સાસુએ તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી.

હાઇકોર્ટ

આરોપીએ મહિલાનું નામ બદલીને તેની સાથે મિત્રતા કરી

તમને જણાવી દઈએ કે ગ્વાલિયરના ગોલ પહારિયાની રહેવાસી એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે ડાબરાના એક યુવકે તેનું નામ બદલીને તેની સાથે મિત્રતા કરીને બાદમાં તેની સાથે બળાત્કાર કર્યો.

બે દિયર અને મૌલાનાએ કર્યો રેપ

પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેણે લગ્નની જીદ કરી. ત્યારબાદ આરોપીએ પહેલા તેનો ગર્ભપાત કરાવીને પછી તેની સાથે લગ્ન કરી લીદા. લગ્ન કરીને જ્યારે તે તેના પતિ સાથે રહેવા લાગી ત્યારે મૌલાનાએ આવીને કહ્યું કે તારા લગ્ન માન્ય નથી. તારે મુસ્લિમ રિવાજ મુજબ લગ્ન કરવા પડશે. તેના માટે તારે ધર્મપરિવર્તન કરવું પડશે. જ્યારે મહિલાએ ધર્મ પરિવર્તન કરવાની ના પાડી તો પહેલા તેના બે દિયરોએ અને પછીથી મૌલાનાએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો.

વેશ્યાવૃત્તિના ધંધામાં મહિલાને ધકેલી દીધી

એટલું જ નહીં, મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેને તેની સાસુ દ્વારા દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. તેને રૂમમાં બંધ રાખવામાં આવતી અને કેટલાક યુવકો તેના રૂમમાં આવીને તેની સાથે દુષ્કર્મ આચરતા હતા.

20 એપ્રિલે પીડિતા આ લુખ્ખાઓની ચુંગાલમાંથી છટકવામાં સફળ રહી. આરોપી તેને જે રૂમમાં રાખતા હતા તેને તાળું મારવાનું ભૂલી ગયા હતા. તકનો લાભ લઈને મહિલા ડબરાથી ભાગીને પોતાના પિયર ગ્વાલિયર પહોંચી. પછી તેણે પોતાના પરિવારજનોને પોતાની આપવિતી કહી હતી. ગ્વાલિયરના એસપી અમિત સાંઘીએ કહ્યું કે પોલીસે આ કેસમાં તત્પરતા દેખાડતા મુખ્ય આરોપી સહિત બે આરોપીને દબોચી લીધા છે. તો ત્રણ આરોપી હજુ પણ ફરાર છે. તેઓને પણ ઝડપથી પકડી લેવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર લાઈવ આવશે ઉદ્ધવ ઠાકરે, આપી શકે છે રાજીનામું

Zainul Ansari

BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો

Hardik Hingu

BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે

Hardik Hingu
GSTV