GSTV
Home » News » IGI એરપોર્ટ પર એર ઇન્ડિયાની કર્મચારી અને મહિલા યાત્રી વચ્ચે થઇ ઝપાઝપી

IGI એરપોર્ટ પર એર ઇન્ડિયાની કર્મચારી અને મહિલા યાત્રી વચ્ચે થઇ ઝપાઝપી

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે સવારે એક મહિલા યાત્રી અને એર ઇન્ડિયાની એક ડ્યૂટી મેનેજરે એરબીજાને લાફા ઝીંકી દીધાં. મહિલા યાત્રી સમય કરતાં મોડી આવતાં તેને બોર્ડિંગ કરવા ન દેવાતાં આ ઘટના ઘટી હતી. મહિલા એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટમાં યાત્રા કરવાની હતી.

 

 

 

ફ્લાઇટ રવાના થવાનો સમય સવારે પાંચ વાગ્યાનો હતો પરંતુ મહિલા ફલાઇટના ઉડાણ ભરવાના 40 મીનિટ પહેલા ચેક-ઇન કાઉન્ટર પર પહોંચી હતી. જ્યારે આ માટે 75 મીનિટ પહેલા પહોંચવું જરૂરી હોય છે. આ મુદ્દે બોલાચાલી થયાં બાદ મહિલાને એર ઇન્ડિયાની ડ્યૂટી મેનેજર પાસે મોકલવામાં આવી.

જ્યાં મેનેજર સાથે મહિલાની ઉગ્ર બોલાચાલી થતાં મહિલાએ મેનેજરને લાફો ઝીંકી દીધો અને તેના જવાબમાં મેનેજરે પણ તેને લાફો માર્યો. જો કે ત્યારબાદ બંનેએ એકબીજાની માફી માંગી હતી અને આ મુદ્દાનું શાંતિપૂર્વક નિવારણ લાવવામાં આવ્યું હતું.

Related posts

મેનકા ગાંધીની સાડી ચાવવા લાગ્યું વાછરડું, સુલ્તાનપુરની સાંસદે પછી કઈંક આમ બતાવ્યો પ્રેમ

NIsha Patel

પિતાનું મોત છતાં મેદાનમાં ઉતરીને ટીમને બનાવી ચેમ્પિયન, મહિલા હૉકી ટીમની ખેલાડી બાદમાં પહોંચી ઘરે

Mansi Patel

G-20 સમિટમાં ભારત-અમેરિકાના વ્યાપારિક સંબંધો બનશે મજબૂત, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ મોદી કરશે દ્વીપક્ષીય વાર્તા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!