GSTV
Home » News » મહિલાએ ઘરની દિવાલ પર બનાવી ઈમોજી, પડોસન બોલી મને ચિડાવવા આવું કર્યું છે

મહિલાએ ઘરની દિવાલ પર બનાવી ઈમોજી, પડોસન બોલી મને ચિડાવવા આવું કર્યું છે

અમેરિકાના કેલેફોર્નિયામાં એક અનોખી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ પોતાના પાડોશીઓને ખુશ કરવા માટે ઘરની દિવાલો પર અલગ અલગ પ્રકારની સ્માઈલી પેન્ટ કરાવી છે.પરંતુ આ કારણેથી તેનું પાડોશીઓ સાથે વિવાદ સર્જાયો છે.

કેથરીન કીડ નામની મહિલાનું કહેવું છે કે તેણે પોતાના ઘરને રંગ-બેરંગી બનાવ્યું છે. જેથી તણાવના માહોલમાં પણ તેના પાડોશીઓ ખુશ રહેશે. તેનું કહેવું છે કે તેના પાડોશીઓ હંમેશા દુખી હતાશ અને થાકેલા નજરે પડે છે. અને બીજાની બાબતોમાં હમેંશાં તાકંઝાકી પણ કરતા રહે છે.તેથી જે તેણે દિવાલો પર ઈમોજી બનાવી છે જેથી કરીને પાડોશીઓ તેને જોઈને ખુશ રહે.પરંતુ પાડોશીઓ ખુશ નથી.

કેથરીનના પાડોશમાં રહેવા વાળી મહિલા સુસેન વિલેન્ડનું કહેવું છે કે ઘણા સમય પહેલા કેથરીન સાથે કોઈ વાતને લઈને ઝગડો થયો હતો એટલે તે એ જ વાતને લઈને મને ચિડાવવા અન્તે ણીને ત્રાસ આપવા માટેતેના ઘરની દિવાલો પર ઈમોજી બનાવી છે.સુસેન કહે છે કે એક ઇમોજી મોં પર લગામ લાવવાનો ઇશારો કરે છે અને બીજો ઇમોજી મજાક છે. તેનો અર્થ નકારાત્મક છે.સુસેન કહે છે કે તેણે કેથરિનના ઘરની દિવાલો પર ઇમોજી જોયો હોવાથી તેણે તેમના ઘરના પડદા હજુ સુધી હટાવ્યા નથી. કેમ કે તે તેને પસંદ નથી.

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!