દરેક માતા-પિતા તેમના બાળકો માટે કેટલીક મિલકત એકત્રિત કરે છે. કેટલાક લોકો જીવતા હોય ત્યારે આ સંપત્તિ તેમને આપે છે, તો કેટલાકના મૃત્યુ પછી, બાળકોને તેની જાણ થાય છે. ઓસ્ટ્રેલિયાની એક મહિલાના પિતાએ તેના માટે 93 કરોડની સંપત્તિ પણ છોડી દીધી છે, પરંતુ એક શરતને કારણે તે તેમાંથી એક પાઇ પણ મેળવી શકતી નથી.

ક્લેર બ્રાઉન(Clare Brown) નામની મહિલાના પિતા તેના માટે 93 કરોડ રૂપિયાની સંપત્તિ મુકીને ગયા છે, પરંતુ તેમની એક શરતને કારણે તે તેમાં એક પૈસો પણ મેળવી શકતી નથી. જ્યાં સુધી દીકરી પિતાની છેલ્લી ઈચ્છા પૂરી નહીં કરી શકે ત્યાં સુધી તે માત્ર કહેવા પૂરતી જ કરોડપતિ રહેશે, પરંતુ તેના જીવનમાં કોઈ એશોઆરામ તેને મળી શકશે નહીં. આખરે પિતા દિકરી પાસે એવું શું ઈચ્છતા હતા, જેના કારણે તેમની દિકરી આ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
નાનકડી ઈચ્છા પૂરી ના કરી શકી દિકરી
12 મિલિયન ડોલરની સંપત્તિના માલિક ક્લેર બ્રાઉનના પિતાની માત્ર એક નાની ઈચ્છા હતી, જે તેઓ ઈચ્છતા હતા કે દિકરી પૂરી કરે. ક્લેર હાલમાં પોતાનું જીવન વેલફેર પર જીવે છે અને કોઈ નોકરી કરતી નથી. પિતા આખી જીંદગી ઈચ્છતા હતા કે તેમની પુત્રીને કોઈ પ્રકારની સ્થાયી નોકરી મળે. તેમના જીવતેજીવ આવું ના થઈ શક્યુ જેથી તેમણે વસિયતમાં લખેલી આ ઈચ્છાને કારણે તેમની દિકરીને પિતાની આ સંપત્તિ નથી મળી રહી.

2 શરત બની જીવનભરની મુશ્કેલી
ક્લેર તેના પરિવારને તેની મિલકત આપવા માટે સતત વિનંતી કરી રહી છે, પરંતુ કાયદાકીય રીતે આ શક્ય નથી. તેના પરિવારના સભ્યોનું કહેવું છે કે આમાં બે શરતો છે – એક એ કે ક્લેરે કોઈ નોકરી કરવી જોઈએ અને બીજી એ કે તેણે સમાજમાં કંઈક યોગદાન આપવું જોઈએ. ક્લેરને હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર અને ઓટીઝમ હોવાથી, તે નોકરી શોધી શકતી નથી. આવી સ્થિતિમાં, તેઓ બે શરતોને કારણે 93 કરોડની સંપત્તિથી વંચિત છે.
READ ALSO:
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’
- વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
- Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ
- સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો