GSTV
Home » News » 22 વર્ષની મહિલાએ 17 વર્ષના છોકરા સાથે રાખ્યા સેક્સ સંબંધો, બાદમાં એવું થયું કે…

22 વર્ષની મહિલાએ 17 વર્ષના છોકરા સાથે રાખ્યા સેક્સ સંબંધો, બાદમાં એવું થયું કે…

તમને વાંચીને જરા અજીબ લાગશે તેવો એક કિસ્સો બહાર આવ્યો છે. નાની ઉંમરમાં પણ આ પ્રકારની હદ સુધી કેવી રીતે જવાય એ વાંચીને જ આપ નક્કી કરશો. એક 22 વર્ષની મહિલાને 17 વર્ષના છોકરા સાથે શારિરીક સંબંધોના આરોપમાં પોક્સો એક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે, મહિલાએ કોર્ટમાં દાવો કર્યો છે કે, ગત વર્ષે અમારા બન્નેના લગ્ન થઇ ચૂક્યા છે અને બન્નેની વચ્ચે સહમતિથી શારિરીક સંબંધો બન્યા હતા. મહિલાને તેનાથી એક પાંચ મહિનાની એક બાળકી પણ છે, જેણે કોર્ટમાં જામીન માટે અરજી પણ દાખલ કરી છે. આ સંબંધો સગીર છોકરાના મા-બાપને મંજૂર ન હોવાથી એક પાંચ માસની બાળકીની મા એવી 22 વર્ષની યુવતી જેલમાં છે

ડિસેમ્બર 2017એ પોતાના નિવેદનમાં છોકરાની માતાએ કહ્યું કે, 23 નવેમ્બરે મહિલા પોતાના પેરેન્ટ્સ અને ભાઇની સાથે તેમના ઘરે આવી હતી. હવે આ બાબતે ફરિયાદો થઈ રહી છે. કોર્ટે શરૂઆતમાં 22 વર્ષીય મહિલાને પોતાની પુત્રીને ભાયખલા જેલમાં સાથે રાખવાની અનુમતિ આપી હતી. પોલીસે છોકરાની માતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે, જેમણે મહિલા પર પોતાના પુત્રને ફસાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે, બન્નેના લગ્ન 8 નવેમ્બર 2017ના રોજ થયા હતા.

મહિલાએ લગ્ન અને સહમતિથી શારિરીક સંબંધોનો કર્યો દાવો

જામીન અરજીમાં મહિલાએ દાવો કર્યો છે કે મેં તેમના પુત્ર સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે તેમના ઘરમાં રહેવા માંગે છે. જ્યારે છોકરાના પેરેન્ટ્સે તેના પર આપત્તિ જતાવી તો મહિલાએ તેમણે અપશબ્દ કહ્યા અને પોતાની જાતને ઇજા પહોંચાડવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, મહિલાના ગયા પછી તેમના પુત્રએ પણ ઘર છોડી દીધું હતું અને પાછો ફરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમને દાવો કર્યો છે કે, મહિલાના બે વખત લગ્ન અને તલાક થઇ ચૂક્યા છે. મહિલા સળગી જવાની અને ઝેર પી આત્મહત્યા કરવાની ધમકી આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, તેમનો પુત્ર અને મહિલા બે વર્ષથી સંપર્કમાં હતા અને ત્યારથી તેમના પુત્રનો વ્યવહારમાં ફેરફાર નોંધાયો હતો. છોકરાની માતાએ આરોપ લગાવ્યો કે તેમના પુત્રએ તેમને અને તેમના પતિને જણાવ્યું હતું કે, આરોપી મહિલા આત્મહત્યા કરવાની ધમકી આપી રહી છે જો તેને તેમનો પુત્ર ન મળ્યો તો..

દવા પીવાની કે સળગી જવાની કરી છે કોશિષ

ફરિયાદ કરનાર યુવકના માતા-પિતાએ  દાવો કર્યો છે કે, મહિલાએ પોતાની જાતે કેરોસીન છાંટીને અને કીટનાશક દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેમણે દાવો કર્યો છે કે, આ કારણથી તેમનો પુત્ર માનસિક દબાણમાં આવી ગયો હતો અને તે દસમા ધોરણમાં ફેલ થયો હતો. ચાઇલ્ડ મેરેજ એક્ટ હેઠળ છોકરાની ઉંમર 21 અથવા તો તેનાથી વધુ અને છોકરીની ઉંમર 18 કે તેનાથી વધારે હોવી જોઇએ.

અમારો કોઇ ગુનાહિત રેકોર્ડ નથી

વકીલ ખાલિદ આજમીની સામે પોતાની જામીન અરજી દાખલ કરતા મહિલાએ પોતાના પતિ અને તેમની બહેનની ઉંમરના ગેપમાં વિસંગતિ તરફ ધ્યાન અપાવ્યું હતું. તેમણે કહ્યું કે, તે સંભવ નથી કે છોકરાની ઉંમર 17 વર્ષ 8 મહિના હોય.. જેવી રીતે તેની માતા દાવો કરી રહી છે, જ્યારે તેની બહેનની ઉંમર 18 વર્ષ હતી. મહિલાએ કહ્યું કે, હું અને તેમનો છોકરો બન્ને રિલેશનશિપમાં હતો અને અમારો કોઇ ગુનાહિત રેકોર્ડ નથી

Related posts

યમનના હુત્તી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો

Path Shah

વિપક્ષને ચૂંટણી પંચનો ઝટકો, મતગણતરીના અંતે જ મેળવવામાં આવશે VVPAT અને EVM

Bansari

ZOMATO ઉપર નવા PMનું નામ કહો અને ફૂડ ઓર્ડર પર મેળવો ડિસ્કાઉન્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!