કસ્ટમર કેરમાં ફોન કરવાની આદત છે? જો જો એક લાખનું બૂચ ન લાગી જાય, જાણવા જેવો કિસ્સો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફોન પર કરેલી એક નાની ભૂલ તમને લાખો રૂપિયામાં ઉતારી દે. પણ દિલ્હીના સીમાંપુરીમાં રહેતી એક સ્ત્રીની માત્ર એક જ ભૂલ એક લાખ રૂપિયા ખાઈ ગઈ. અને લાખ રૂપિયા ગુમાવી દીધા. ગુગલ સર્ચ દરમિયાન મહિલા દ્વારા એક ભૂલ થઈ ગઈ તો ઓનલાઇન ઠગનારાઓએ તેના એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયાનુ બૂચ મારી લીધુ.

આ સ્ત્રી એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. તેના ઇ-વૉલેટમાંથી કેટલાક ખોટા ટ્રાન્ઝેક્શ થયા હતા તો તેની ફરિયાદ કરવા માટે મહિલાએ ગૂગલ પર ગ્રાહક નંબર શોધવાનું શરૂ કર્યું. તેના પછી તેને એક નંબર મળ્યો અને જેના પર તેણે ફોન કર્યો. આ નંબર ઠગ કરનાર લોકો દ્વારા સેટ કરવામાં આવ્યો હતો. સ્ત્રીને લાગ્યું કે તે નંબર સાચો છે અને તેણે રિફંડ મેળવવા માટે પોતાના કાર્ડની વિગતો આપી દીધી. જ્યાં સુધી તે સ્ત્રીને ખબર પડે કે તે વ્યક્તિ ઇ-વૉલેટ કંપનીનો નથી, ત્યાં સુધીમાં તો 1 લાખ રૂપિયા તેના એકાઉન્ટમાંથી કાઢી લેવામાં આવ્યાં.

આવો જ કેસ ઇપીએફઓ પ્રોવિડન્ટ ફંડને લઈને પણ આવ્યો હતો. તે કેસમાં ઠગ કરનાર લોકોએ મુંબઇમાં આવેલી ઇપીએફઓ ઑફિસની સંપર્ક વિગતો Google પર બદલી નાખી હતી. જ્યારે લોકોએ તે નંબર પર કૉલ કર્યો પેલા લોકોએ તે વ્યક્તિની માહિતી લઈ લીધી અને અને તેઓ ઠગાઈ ગયા.

આ કેસમાં મહારાષ્ટ્રના સાયબર પોલીસે ચેતવણી આપી હતી કે લોકોએ આવા ઠગનારથી બચવુ જોઈએ. ગૂગલને પણ આ ફ્રોડ વિશે ખબર છે, પરંતુ નંબર બદલવાનો ઓપ્શન હજુ આવે છે જેનાથી લોકો ઠગાઈ જાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter