GSTV

વિચિત્ર લગ્ન/ કરોડપતિ મહિલાએ ડોલ્ફિન સાથે કર્યા લગ્ન, હવે પતિના મૃત્યુ પછી વિધવા બની જીવી રહી છે

લગ્ન

Last Updated on June 25, 2021 by Karan

આજના સમયમાં પ્રેમ અને ધોખો સામાન્ય વાત છે. દિલ ટુટવાની ઘણી કહાનીઓના કારણે લોકો હવે એવા સબંધને પ્રેફરન્સ આપે છે જ્યાં ધોખાની ગુંજાઈશ જ હોતી નથી. આ દિવસોમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં લોકો પોતાની સાથે જ લગ્ન કરી લે છે. સાથે જ કેટલાક ડોલ સાથે લગ્ન કરે છે. આ લિસ્ટમાં આવે છે બ્રિટનની શેરોનનું નામ. શેરોને મનુષ્યની જગ્યાએ ડોલ્ફિન સાથે લગ્ન કર્યા હતા. હવે પતિના મૃત્યુ પછી વિધવાનું જીવન પસાર કરી રહી છે.

26 વર્ષીય શેરોનએ પ્રથમ વખત તેના પતિ સિન્ડીને જોયો ત્યારે તેને સમજાયું કે તે તેને પ્રેમ કરે છે અને તેની સાથે જીવન પસાર કરવા માંગે છે. શેરોનનો પ્રેમ સિંડી બ્રિટનમાં નહીં પણ ઇઝરાઇલમાં રહેતો હતો. શેરોન ઇઝરાઇલને ફક્ત સિન્ડીને મળવા માટે અનેક સફર કરી. આ પછી, 16 વર્ષ લોન્ગ ડિસ્ટન્સ માં રહ્યા પછી શેરોને આખરે થોડા પસંદ કરેલા લોકોની સામે સિન્ડી સાથે લગ્ન કર્યા. તેના લગ્નમાં શેરોન વેડિંગ ગાઉન પહેર્યું હતું વળી લગ્ન બાદ શેરોને સિન્ડીને તેના પ્રેમની મહોર કિસ કરી આઈ લવ યુ પણ કહ્યું હતું.

લગ્નની ચર્ચા દુનિયાભરમાં થઈ હતી

ડોલ્ફિન સાથે લગ્ન કર્યાના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી દીધી હતી. શેરોન તેના લગ્ન દિવસે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. ડોલ્ફિન સિન્ડી પણ આ લગ્નથી ખુશ જણાઈ. બંનેએ દુનિયા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આ લગ્ન પછી શેરોને કહ્યું હતું કે ડોલ્ફિન સાથે લગ્ન કરવાનો તેમનો ઇરાદો નથી. તેણી તેને પ્રેમ કરે છે અને તે જરૂરી નથી કે પ્રેમ કોઈ પુરુષનો હોવો જોઈએ. આ કોઈને પણ થઈ શકે છે. તે સિન્ડી સાથે થયું અને હવે તે તેનાથી ખૂબ ખુશ છે.

તેના પતિના અવસાન પછી તૂટી ગઈ હતી

2006માં સિન્ડીનું અવસાન થયું. સિન્ડીને પેટની થોડી સમસ્યા હતી. આ પછી 2006 માં તેનું અવસાન થયું. પતિના મોતની જાણ થતાં શેરોન અંદરથી તૂટી ગઈ હતી. તેને આ આઘાતમાંથી બહાર નીકળવામાં લાંબો સમય લાગ્યો. તેના પરિવારના સભ્યો પણ તેને ફરીથી લગ્ન કરવાનું કહે છે પરંતુ શેરોન કહે છે કે તે એક ડોલ્ફિનની પત્ની છે અને તે હંમેશા સિન્ડીની જ રહેશે. આ લગ્નથી શેરોન વિશે ઘણી ચર્ચા થઈ હતી. કરોડપતિ હોવા છતાં શેરોનએ ફરીથી લગ્ન કર્યા નથી.

થઇ ચુકી છે અજીબ લગ્ન

શેરોન અને સિન્ડીના લગ્ન કોઈ એકલા સંબંધ નથી. દુનિયામાં આવા અનેક વિચિત્ર લગ્નો થયા છે. 2019 માં, એક મહિલાએ તેના ગાદલા સાથે લગ્ન કર્યા. તેમણે કહ્યું કે આ ગાદલાએ તેને દરેક પરિસ્થિતિમાં ટેકો આપ્યો છે. તેથી જ તે કાયમ તેની સાથે રહેવા માંગતી હતી. તે જ સમયે, ઇટાલીની એક છોકરી તેના બ્રેકઅપથી એટલી તૂટી ગઈ હતી કે તેણે એક ભવ્ય સમારોહમાં પોતાની સાથે લગ્ન કર્યા.

Read Also

Related posts

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

Damini Patel

CAના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ટેક્સના નવા માળખાને લઈને અભ્યાસક્રમમાં થશે ફેરફાર, રાજકોટમાં યોજાઈ રહી છે કોન્ફરન્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!