એક મહિલાએ તેના પતિની હત્યા કરી અને તેને કિચનમાં દફનાવી દીધો હતો. એટલું જ નહીં કિચનમાં કબર બનાવીને રાખી હતી. તેનાપર જ એક મહિના સુધી જમવાનું બનાવતી રહી. આ ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાનો છે. 32 વર્ષની આ મહિલા પ્રમિલાએ તેના વકીલ પતિ મહેશ બેનેવાલની હત્યા કરી તેને કિચનમાં દફનાવી લીધો અને ત્યાં જમવાનું બનાવતી હતી. ગુરુવારે અનુપપુર જિલ્લાની પોલીસે તેને પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. મહેશ એકર મહિનાથી અમરકંટક પોલીસ સ્ટેશનના કરોંદી ગામમાંથી ગુમ હતો. 22 ઓક્ટોબરે મહેશની પત્ની પ્રમિલાએ તેના પતિ ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ આ કિસ્સાને ગુમ થયાની રીતે જ લઈ રહી હતી ત્યારે 21 નવેમ્બરે આ કેસમાં ટ્વિસ્ટ આવી ગયો. મૃતકના મોટા ભાઈ અર્જુન બેનેવાલે પોલીસને કહ્યું કે, તેના ભાઈના ઘરમાં કંઈક શંકાસ્પદ લાગી રહ્યું છે. અમરકંટક સ્ટેશનના એસએચઓ ભાનુ પ્રતાપ સિંહે જણાવ્યું કે સૂચના મળવા પર તે પોતાની ટીમ સાથે મૃતકના ઘરે પહોંચ્યો તો દુર્ગંધ આવવાનો અહેસાસ થયો.

જ્યારે તે કિચન પાસે ગયા તો દુર્ગંધ વધારે આવવા લાગી, અને કિચન વાળી જગ્યા પર જઈ ખોદવાનું શરૂ કર્યું તો મૃતકનો શબ મળ્યો. ત્યારે પ્રમિલાએ પોલીસને જણાવ્યું કે તેના પતિનો મોટા ભાઈ ગંગારામ બેનેવાલની પત્ની સાથે તેના આડા સંબંધ હતા. ત્યારે ગંગારામ અને તેને મળીને પતિની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેનો ગંગારામે વિરોધ કરતાં કહ્યું કે આ મહિલા બહુ ચાલાક છે. તેના ચહેરા પર ના જાવ. હું આ હત્યામાં સામેલ નથી. હવે પોલીસ આ કેસ પર તપાસ કરી રહી છે. જણાવીએ કે મૃતક મહેશ અને પ્રમિલાના ચાર બાળકો છે.
Read Also
- ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી
- દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ
- પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ