GSTV
News Trending World

ફ્લાઇટમાં મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા બાથરૂમમાં પૂરાઈ ગઈ, પાંચ કલાક સુધી બંધ રહી

વિશ્વમાં કોરોનાનો ચેપ ફરીથી માથુ ઉઠાવી રહ્યો છે. કેટલાય દેશોમાં રોજના લાખો કેસ આવી રહ્યા છે. અમેરિકામાં કોરોનાનો હેરાન થઈ જવાય તેવો મામલો બહાર આવ્યો છે. ફ્લાઇટમાં સફર કરતી અમેરિકાની એક મહિલાને પોતાને કલાકો સુધી બાથરૂમમાં એટલા માટે બંધ રાખી હતી કેમકે તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેણે પાંચ કલાક સુધી બાથરૂમમાં રહીને પ્રવાસ કર્યો હતો.

મહિલાએ પોતાને ફ્લાઇટના બાથરૂમમાં બંધ કરી દીધી

flight

વ્યવસાયે શિક્ષક મારિસા નામની મહિલા શિકાગોથી આઇસલેન્ડ જઈ રહી હતી. 19 ડિસેમ્બરના પ્રવાસ દરમિયાન તેને ગળામાં તકલીફ થવા માંડી હતી. તેના પછી તેણે તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. કોવિડ રિપોર્ટ પોઝિટિવ હતી. તેથી તે ગભરાઈ ગઈ હતી અને પોતાને તેણે ફ્લાઇટના બાથરૂમમાં બંધ કરી દીધી હતી.

પ્રવાસ પૂર્વે મારિસાએ બે આરટીપીસીઆર અને પાંચ રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા. બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જો કે પ્રવાસ શરૃ કર્યા પછી તેને ગળાની તકલીફ થઈ. તેણે ફ્લાઇટના સ્ટાફને તેની જાણકારી આપી. તેઓએ ઉડતી ફ્લાઇટમાં મારિસાનો ટેસ્ટ કર્યો, પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાકીના લોકોનું જીવન મુશ્કેલીમાં ન મૂકાય તે માટે મારિસાએ પોતાને બાથરૂમમાં બંધ કરી આઇસોલેટ કરી.

રસીકરણ

મારિસા બૂસ્ટર ડોઝ પણ લઈ ચૂકી છે

મારિસા બૂસ્ટર ડોઝ પણ લઈ ચૂકી છે. તે સતત કોરોનાની ચકાસણી કરાવતી રહે છે. તેણે જણાવ્યું હતું કે ફ્લાઇટ ભરેલી હોવાના લીધે તેના માટે અલગ બેસવાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી. તેથી તેણે બાથરૂમનો વિકલ્પ પસંદ કર્યો. બાથરૂમની બહાર નોટિસ બોર્ડ પણ લગાવી દેવાયું. ફ્લાઇટ લેન્ડિંગ પછી મારિસા સૌથી છેલ્લી બહાર નીકળી.

Read Also

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV