12 વર્ષ પહેલાં ખોવાઈ હતી રીંગ, એવી જગ્યાએથી મળી કે તમે માનશો જ નહીં

બ્રિટનમાં એક અજીબ સમાચાર સામે આવ્યા છે. એક મહિલાની 12 વર્ષ જૂની ખોવાયેલી વીંટી મળી છે. રસપ્રદ વાત આ નથી કે તેની 12 વર્ષ જૂની વીંટી મળી આવી છે. હેરાન કરી નાખે તેવી વાત એ છે કે આ મહિલાની ખોવાયેલી વીંટી 12 વર્ષ બાદ તેના નાકમાંથી નિકળી. બ્રિટનમાં રહેતી આ મહિલાની છીંકની સાથે તેની વીંટી નિકળી. જેને જોઈને સૌ કોઈ પરેશાન થયાં.

12 વર્ષ પહેલા જે વીંટી ખોવાઈ હતી તે વર્ષો સુધી તેના નાકમાં ફસાયેલી રહી. વ્યવસાયે એક બ્યૂટીશિયન આ મહિલાને થોડા દિવસો પહેલા અચાનક છીંક આવી અને ટિશ્યૂ પેપર તેની 12 વર્ષ જૂની વીંટી મળી. મહિલાને સમજાયુ નહીં કે આ શું થયું. અબિગેલ નામની આ મહિલાને આ વીંટી તેની માતાએ 8મા જન્મદિવસે આપી હતી.

એક દિવસ અચાનક અબિગેલથી આ વીંટી ખોવાઇ ગઇ હતી. આ વાતને 12 વર્ષ થયા. થોડા દિવસ પહેલા અબિગેલને તેના નાકની અંદર થોડું ચમકતુ જોવા મળ્યું. આ જોઇને તેને અટપટ્ટુ લાગ્યું અને તેણે જોરથી છીંક ખાધી અને તેના નાકમાંથી વીંટી બહાર નિકળી.

એક અંગ્રેજી મીડિયા મુજબ, 20 વર્ષની અબિગેલ એક દિવસ પોતાના ઘર પર લિવિંગ રૂમમાં બેઠી હતી. પોતાના નાક સાફ કરતી વખતે તેણે કાચમાં જોયુ તો તેને નાકમાં ચમકતી વસ્તુ જોવા મળી. તેણે જોરથી છીંક ખાધી તો તેની સામે વીંટી આવી.

અબિગેલનુ કહેવુ છે કે તેમને 12 વર્ષોમાં કોઈ પણ પ્રકારની પરેશાની થઇ નથી. તેમને શ્વાસ લેવામાં પણ કોઈ મુશ્કેલી થઇ નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter