માથામાં થતો હતો દુ:ખાવો, હોસ્પિટલ પહોંચી તો કાનમાંથી નીકળ્યુ આ

ઉનાળામાં ગરમીને કારણે કેટલાય લોકો ઘરના આંગણામાં કે પછી ધાબા પર સૂવાનું પસંદ કરતા હોય છે. કર્ણાટકમાં એક એવી ઘટના બની કે જેના પછી તને પણ ઘરના આંગણામાં કે પછી ધાબા પર સૂઇ જવા અંગે વિચારશો.

બેંગલૂરૂની લક્ષ્મી સૂઇ રહી હતી અને અચાનક તેને માથામાં દુ:ખાવો શરૂ થઇ ગયો હતો, થોડા સમય પછી દુ:ખાવો સહન કર્યા પછી તે જ્યારે ડૉક્ટર પાસે ગઇ ત્યારે તેને માથાના દુ:ખાવા પાછળનો કારણ ખબર પડી તે તેણે ક્યારેય પણ વિચાર્ય ન હતુ.

લક્ષ્મી જ્યારે અડધી રાતે દુ:ખાવો થતા તેનો પતિ તેને હોસ્પિટલ લઇને પહોંચ્યો હતો. લક્ષ્મીએ જ્યારે ડૉક્ટર્સને જણાવ્યુ કે ધીમે-ધીમે દુ:ખાવો વધી રહ્યો છે અને જ્યારે ડૉક્ટર્સએ કાનમાં ટોર્ચ લગાવીને તપાસ કરી રહ્યા હતા ત્યારે ટોર્ચની લાઇટને કારણે તેમને જોયુ કે એક કરોળિયો તેના કાનમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

ડૉક્ટર્સે વીડિયો પણ બનાવી લીધો હતો અને ડૉક્ટર્સની મદદથી કરોળિયો બહાર કાઢવામાં આવ્યો અને લક્ષ્મીને દુ:ખાવામાંથી રાહત મળી.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter