GSTV

પોઝિટીવ સન્ડે/ 95 ટકા ફેફસાં ખલાસ છતાં આ મહિલાએ કોરોનાને આપી માત, હતી સૌથી વધારે ગંભીર સ્થિતિ

ધોળકામાં રહેતા અને ખેતમજૂરી કરતા 30 વર્ષીય મનિષાબહેનને અચાનક ઉધરસ, તાવની સાથે કોરોનાના ચિહ્ન દેખાયા હતા સાથે અચાનક થોડા સમય પછી તેમને મોંમાંથી લોહી નીકળતા પરિવાર સામે મોટી આફત આવી હતી. મનિષાબહેનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા મનિષાબહેનને ખાનગી હોસ્પિટલ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાની સલાહ આપવામાં આપી હતી.

કોરોના ટેસ્ટ તો પોઝિટિવ આવ્યો સાથે તેમના ફેફસાં ૯૫ ટકાથી વધુ ગંભીર

મનિષાબહેનને 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર માટે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના ટેસ્ટ તો પોઝિટિવ આવ્યો સાથે તેમના ફેફસાં ૯૫ ટકાથી વધુ ગંભીર થયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ફેફસાંમાં આટલી ખરાબ સ્થિતિની સાથે સી.ટી.સ્કોર પણ વધુ આવ્યો હતો જેના લીધે મનિષાબહેનનું જીવવું મુશ્કેલ હતું.

કોરોનાને લીધે ફેફસાંમાં થયેલું નુકસાન હોવા છતાં 12 દિવસમાં કોરોનાને હરાવીને નવજીવન મેળવ્યું

આ વિશે વાત કરતાં સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.કાર્તિકેય પરમારે વાત કરતાં કહ્યું કે, કોરોના સમયથી લઇને અત્યાર સુધીમાં આ પહેલાં એવો મુશ્કેલભર્યો કિસ્સો જોવા મળ્યો હતો, જેમાં 30 વર્ષની ઉંમરમાં આવી સ્થિતિ જોવા મળી હતી પણ સમયસર ઉત્તમ સારવાર આપી હતી અને તેમનો જીવ બચી ગયો હતો. જે અમારા માટે એક પ્રેરણારૃપ બન્યો હતો. કોરોનાને લીધે ફેફસાંમાં થયેલું નુકસાન હોવા છતાં 12 દિવસમાં કોરોનાને હરાવીને નવજીવન મેળવ્યું છે.

કોરોના દર્દીમાં થ્રોમ્બો ઇન્ફલેમેશન જામી જવાના લીધે ફેફસાં તેની સ્થિતિ સ્થાપકતા ગૂમાવીને કઠણ બની જાય છે

વ્યકિતના ફેફસાં ખૂબ જ સ્થિતિ સ્થાપક અને નરમ હોય છે અને તેના લીધે ફેફસાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરી શકે છે. કોરોના દર્દીમાં થ્રોમ્બો ઇન્ફલેમેશન (ફેફસામાં સોજો થવો અને લોહીના ગઠ્ઠા) જામી જવાના લીધે તેની સ્થિતિ સ્થાપકતા ગૂમાવીને કઠણ બની જાય છે. આ સ્થિતિને ફાઇબ્રોસીસ કહેવામાં આવે છે. કોરોના દર્દીના ફેફસાંને નુકસાન કરે છે ત્યારે સમગ્ર ભાગમાં ફાઇબ્રોસીસ થતું જોવા મળે છે. ફેફસાંની ડાબી બાજુમાં બે અને જમણી બાજુમાં ત્રણ મળીને કુલ પાંચ ખંડ આવેલા હોય છે સાથે કોરોના દર્દીને પાંચેય ખંડમાં ફાઇબ્રોસીસ જોવા મળતું હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!