GSTV
News Trending World

Torturing Pet Monkey / પોતાના પાલતુ વાંદરાને ટોર્ચર કરીને મહિલાને આવતી હતી માજા, કોર્ટે આપી જિંદગી ભરની સજા

બ્રિટનની એક સ્થાનિક અદાલતે એક મહિલા પર પ્રતિબંધ મૂક્યો છે, જેના હેઠળ તે હવે કોઈ જાનવર રાખી શકશે નહીં. મહિલાને સેડિસ્ટ પ્લેઝર માટે તેના પાલતુ વાંદરાને ત્રાસ આપવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. સામાન્ય રીતે લોકો તેમના પાલતુ પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે પરંતુ વિકી નામની મહિલાનો સ્વભાવ તેનાથી વિપરીત હતો. તે તેના વાંદરાને બળજબરીથી ડ્રગ્સનું સેવન કરાવીને ત્રાસ આપતી હતી.

Shocking | अपने पालतू बंदर को प्रताड़ित कर यूं मज़े लेती थी सनकी महिला,  अदालत ने सुनाया ये बड़ा फैसला | Navabharat (नवभारत)

ધ સનના અહેવાલ મુજબ, મહિલાએ ટોયલેટમાં વાંદરાને ફ્લશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. કોર્ટમાં મહિલાના અત્યાચારનો એક વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં મિલી બંદરને ટોયલેટમાં છૂપાઈને બેઠેલ જોઈ શકાય છે. મહિલાએ તેને ફ્લશ કરવાનો પ્રયાસ કર્યો. વીડિયોમાં વિકીનું ડરામણું હાસ્ય સાંભળી શકાય છે. વિકીનો ત્રાસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પોલીસે તેના ઘરે ડ્રગ્સના સેવનના આરોપમાં દરોડો પાડ્યો.

આંગળીઓ પર લાગેલ કોકેન ચાટવાનું કહ્યું

તેના ફોનમાંથી વાંદરા પર થતા અત્યાચારના અનેક વીડિયો મળી આવ્યા હતા. એક ક્લિપમાં વિકી વાંદરાને કોકેઈન આપતી જોવા મળી હતી. તે વાંદરાને તેની આંગળીઓ પરથી કોકેઈન ચાટવા કહેતી. વિકીનો ત્રાસ અહીં જ સમાપ્ત થતો નથી, તે પ્રાણીને સોસેજ, બર્ગર અને કબાબ જેવી વસ્તુઓ ખાવા માટે આપતી હતી અને તેની જરૂરિયાતો અને કાળજીની સંપૂર્ણ અવગણના કરતી હતી.

કોર્ટે તેને ભવિષ્યમાં કોઈપણ પાળતુ પ્રાણી રાખવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને લગભગ 55,000 રૂપિયા દંડ તરીકે ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. તેને 120 કલાકના અવેતન કામ ઉપરાંત 3 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

વાંદરાના દિલમાં બેસી ગયો ડર

આ ઘટના પછી મિલીને મળેલા રિહેબિલિટેશન એક્સપર્ટ્સનું કહેવું છે કે તેમણે આટલો ડરી ગયેલો વાંદરો ક્યારેય જોયો નહોતો. તેના રિહેબિલિટેશનના પ્રારંભિક તબક્કા દરમિયાન, વાંદરો તેની સામે આવતા દરેક વ્યક્તીથી દૂર ભાગી જતો હતો. કોઈ પણ મોટા અવાજ કે અચાનક હલનચલન જોઈને તે છુપાઈ જતો. રિહેબિલિટેશન સેન્ટરમાં લગભગ બે વર્ષ ગાળ્યા પછી, મિલી હવે આખરે સુરક્ષિત અનુભવી રહ્યો છે.

ALSO READ

Related posts

BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR

pratikshah

અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ

Padma Patel

સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા

Padma Patel
GSTV