ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં લગ્ન બાદ દુલ્હનને ત્રાસ આપવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દુલ્હને આરોપ લગાવ્યો કે, લગ્ન માટે પહેલા દેખાડ્યો નાના દીકરાને પરંતુ પછી દગો આપી મોટા ભાઈ સાથે લગ્ન કરાવી દીધી જેને નશાની લત લાગેલી હતી. આ ઉપરાંત લગ્ન બાદ સાસુ પોતાના ચારેય દીકરા સાથે શારીરિક સંબંધ માણવા માટે મજબૂર કરતી. જ્યારે તેણે પતિ સિવાય અન્ય કોઈ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈન્કાર કર્યો તો તેને માર મારવામા આવ્યો અને વારંવાર તેને વિકૃત માંગ માટે મજબૂર કરાતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
લગ્નના 2 મહિના બાદ જ સાસરીથી બચી ભાગી પીડિતા
સાસરીમાં પોતાની પર આચરવામાં ત્રાસથી કંટાળી યુવતી હેમખેમ લગ્નના 2 મહિના બાદ જ પિયર આવી ગઈ. પીડિત દુલ્હને આ મામલે ગાઝિયાબાદ ડીએમને ફરિયાદ કરી હતી. જે પછી સહાની ગેટ પોલીસ સ્ટેશને પતિ અને સાસુ સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેના પતિના 2 મોટા અને 1 નાનો ભાઈ છે. બંને જેઠ પરિણીત છે.

પતિ સિવાયના દીકરાઓને રૂમમાં શારીરિક સંબંધ માણવા મોકલ્યા
પીડિતાની સાસુએ લગ્નના બીજા જ દિવસે બંને જેઠ અને દિયરને વારાફરતે શારીરિક સંબંધ માણવા માટે તેના રૂમમાં મોકલ્યા હતા. દુલ્હને તેનો વિરોધ કર્યો અને રૂમની બહાર નીકળી ગઈ. જે પછી તેને ત્રાસ આપવામા આવતો હતો. એક દિવસ સાસુ, જેઠ અને પતિએ તેને માર માર્યો અને તેના કપડા ફાડી નાંખ્યા હતા. જે પછી સાસરી પક્ષે ટ્રક અને બાઈક ખરીદવા માટે પીડિતની માતા પાસેથી 3 લાખની માગણી શરૂ કરી હતી. ગાઝિયાબાદના ડીએસપી અવનીશ કુમારે જણાવ્યું કે, પીડિતા સાથે થયેલા અન્યાયની ફરિયાદ નોંધાઈ છે અને તેની ગંભીરતાથી તપાસ કરવામા આવી રહી છે. પુરાવાના આધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામા આવશે.
READ ALSO
- IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી
- દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની
- LPG News/ ગેસ સીલિન્ડરમાં બદલાઈ ગયા છે નિયમો, ગેસની સબસિડી ના મળી રહી હોય તો આ રીતે ચકાસી કરો અહીં ફરિયાદ
- આસામ વિધાનસભા ચૂંટણી/ ભાજપાએ 70 ઉમેદવારોનું પહેલું લિસ્ટ કર્યું જાહેર, સીએમ સોનોવાલ માજુલીથી લડશે ચૂંટણી
- બગોદરામાં IT અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ ચલાવનાર કેસમાં 4ની ધરપકડ, 6 હજુ ફરાર