પતિ ઉંઘી જતાં પત્ની પોર્ન વીડિયો જોઈ રહી હતી : એક વીડિયો ખુલતાં ઉડી ગયા હોશ

એક મહિલા ત્યારે હેરાન થઈ જ્યારે તેને જાણવા મળ્યું કે તેનો પતિ એક ગે પૉર્ન સ્ટાર છે. અમેરીકાની એક મહિલાએ પોતાની ઓળખ છૂપાવીને રેડિટ રિલેશનશિપ એડવાઈસ ફોરમ પર લખ્યું, જ્યારે મારો પતિ ઉંઘી રહ્યો હતો ત્યારે હું પોર્ન વીડિયો જોઈ રહી હતી. મેં રેન્ડમલી એક વીડિયો પર ક્લિક કરી.

મહિલાએ લખ્યું, મેં તરત જ ઓળખી લીધો કે આ વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ મારો પતિ છે. તેનો ચહેરો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો હતો. આ રહસ્ય ઉજાગર થયા બાદ મહિલા ખૂબ હતાશ થઈ ગઈ હતી. મહિલાએ એડલ્ટ વીડિયોના સ્ક્રીનશૉટ લીધા અને તેની માતા અને બૉસને મોકલી દીધા.

મહિલાએ દાવો કર્યો કે આ વાતને લઇને બિલકુલ શંકા નથી કે વીડિયોમાં જોવા મળેલો શખ્સ તેનો પતિ જ હતો. તેના શરીર પર એક ટેટૂ બન્યુ છે, જેનાથી તેની ઓળખ છતી થાય છે. મહિલા માટે આ બાબત એક ઝાટકા સમાન હતી કે આ વીડિયો લગ્ન બાદનો હતો. મહિલાએ જણાવ્યું કે વીડિયોમાં તેના પતિની આંગળીઓમાં લગ્નની વીંટી જોવા મળે છે. મહિલાએ કહ્યું કે જાણકારી મળ્યા બાદ મને સૌથી વધારે ચિંતા પોતાના આરોગ્યની થતી હતી. હું આખી રાત ઉંઘી નહોતી. મને તેના પર ખૂબ વધારે ગુસ્સો આવતો હતો.

રેડિટ પર અમૂક યૂઝર્સે મહિલાને પોતાના પતિનો સામનો કરવાની સલાહ આપી તો અમૂક યૂઝર્સે તેને સીધા છૂટાછેડા લેવા માટે કહ્યું. રેડિટ યૂઝર્સે મહિલાને તે વ્યક્તિ સાથે અલગ થવાના કારણ પણ ગણાવ્યાં. એક યૂઝરે લખ્યું, તેણે ઘણાં લોકો સાથે સંબંધ બનાવ્યાં અને તમારી સાથે વિશ્વાસઘાત કર્યો. તેણે ફિલ્મ પણ બનાવી અને આ ઑનલાઈન હાજર છે. તે પુરૂષોની સાથે અસુરક્ષિત સંબંધ બનાવી રહ્યો છે. તેણે તમારું જીવન અને આરોગ્યની સાથે રમત રમી છે. આ ત્યારે થયું કે જ્યારે તમારા બંનેના લગ્ન થઈ ગયા છે. જોકે, અમૂક યૂઝર્સે વાતચીત બાદ અલગ થવાની સલાહ આપી.

જ્યારે મહિલાએ હિંમત સાથે પોતાના પતિ સાથે વાતચીત કરી તો તેણે જણાવ્યું કે તેને ડ્રગના કારણે કેટલીક સમસ્યા છે અને તે પુનવર્સનમાં જશે. પરંતુ મહિલાએ કહ્યું કે હવે ખૂબ મોડું થઈ ગયુ છે અને તેને છૂટાછેડા જોઈએ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter