GSTV

વાયરલ વીડિયો / ‘ફાયર પાણીપુરી’ ખાતી અમદાવાદની મહિલાનો વીડિયો વાયરલ, ખૂબ પસંદ કરી રહ્યા છે લોકો

Last Updated on December 5, 2021 by Vishvesh Dave

હાલમાં ઈન્ટરનેટ પર ખાવાપીવા સંબંધિત કન્ટેન્ટ જોવામાં આવે છે અને ખૂબ પસંદ કરવામાં આવે છે. લોકો ઘણા કારણોસર આવી સામગ્રી જુએ છે. કારણ છે કે લોકો નવી વસ્તુઓ જોયા પછી તેને તેમના રસોડામાં બનાવવાનો પ્રયાસ કરે છે અથવા તો લોકો ખાવા-પીવાની મજાની વસ્તુઓ જોઈને આનંદ કરે છે. હાલમાં ઈન્ટરનેટ પર ફૂડ સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

In Ahmedabad, Woman Eats 'fire Golgappa' Perplexing Netizens; Video Goes  Viral

ગુજરાતના અમદાવાદનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ‘ફાયર પાણીપુરી’ ખાતી જોવા મળી રહી છે. તાજેતરમાં આ વિડીયો ખુબ ચર્ચામાં છે. આ નાનો વીડિયો અમદાવાદના કૃપાલી પટેલ નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆત એક ‘પાણીપુરી’ વેચનારથી થાય છે, જે લાઇટર વડે ‘પાણીપુરી’ને આગ લગાડે છે અને પછી ઝડપથી તેની બાજુમાં ઉભેલી મહિલાના મોંમાં નાખે છે.

વીડિયોમાં પાછળથી એક મહિલાનો વિચિત્ર અવાજ સંભળાય છે – “મિત્રો… ઓકે બાય.” વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “ઓકે બાય. ‘ફાયર પાણીપુરી’. અમદાવાદમાં.” જુઓ વિડિયો-

આ વીડિયો એક અઠવાડિયા પહેલા શેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે ખૂબ જ ધ્યાન ખેંચે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને 2 લાખ 47 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર મોટી સંખ્યામાં કોમેન્ટ્સ પણ આવી છે. ઈન્સ્ટાગ્રામ યુઝર્સે વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

ALSO READ

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!