GSTV

વાઇરલ વિડીયો / આ યુવતીએ ‘સ્કેટિંગ શુઝ’ પહેરીને કર્યું રાજસ્થાની લોકનૃત્ય, વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી

Last Updated on October 24, 2021 by Vishvesh Dave

સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સ વીડિયો વાયરલ થતા જોવા મળે છે, ડાન્સ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવે છે. આજકાલ આવો જ એક યુનિક ડાન્સ વીડિયો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તમે રાજસ્થાની ફોક ડાન્સ જોયો હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને સ્કેટિંગ શુઝ પહેરીને રાજસ્થાની ફોક ડાન્સ કરતા જોયા છે ? જો નહિ… તો આ વીડિયોમાં તમે આ યુનિક ડાન્સ જોઈ શકશો.

Rollerblades Rajasthani Folk Dance by a Young Girl Going Viral on the  Internet | Shiksha News

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી સ્કેટિંગ શુઝ પહેરીને એક કાર્યક્રમમાં રાજસ્થાની ફોક ડાન્સ કરી રહી છે. સાથે અન્ય યુવતીઓ પણ સ્ટેજ પર તેને પ્રોત્સાહન આપતી જોવા મળે છે. આ યુવતીનો ડાન્સ જોઈને કાર્યક્રમમાં હાજર તમામ લોકોને આશ્વર્ય થઈ રહ્યુ છે. ઈન્ટરનેટ પર આ વીડિયો પોસ્ટ થતા જ આ ડાન્સે યુઝર્સનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

મળતી માહીતી મુજબ, આ યુવતીનું નામ ક્રિષ્ના કંવર ગેહલોત છે અને તે સ્કેટિંગ ચેમ્પિયન છે. તેમણે અત્યાર સુધીમાં અનેક મેડલ પોતાના નામ કર્યા છે. આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Odhni_by_twinkle_baisa નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ સ્કેટિંગ ફોક ડાન્સ જોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે. જ્યારે અન્ય યુઝર્સ પણ આ યુવતીની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

ALSO READ

Related posts

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari

Sovereign gold bond scheme : આજથી ખુલી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પરંતુ શું તમે જાણો છો તેના ફાયદા, અહીં જાણો બધું

Vishvesh Dave

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!