GSTV

પાડોશી મહિલાથી કંટાળી: પોલીસને ફોન કરી કહ્યું કે ખુલ્લામાં સુકવે છે અંડરગારમેંટ્સ, ધરપકડ કરી જાવ, મારા પતિને જોઈ કરે છે નિતનવા નખરાં

Last Updated on September 15, 2021 by Bansari

પાડોશીઓમાં ઝઘડા થાય તે સામાન્ય વાત છે. ક્યારેક નાની નાની વાતોમાં તલવારો ખેંચાતી હોય છે. પણ મેક્સિકોમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બે પાડોશીઓમાં જંગ છેડાઈ ગયો છે. મહિલાઓની લડાઈમાં પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તેમને પણ સમજમાં નથી આવતું કે, આ મુદ્દાને કઈ રીતે ઉકેલવો. અધિકારીઓએ બંને મહિલા સાથે વાતચીત કરી વિવાદનો અંત લાવવા જણાવ્યું છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મેક્સિકોના દક્ષિણપૂર્વી રાજ્ય ક્વિંટાના રૂ નિવાસી 42 વર્ષિય યુવિત્ઝાએ પોલીસ પાસે માગ કરી હતી કે, તેની પડોશમાં રહેતી મહિલાને ધરપકડ કરી લો. યુવિત્ઝાનું કહેવુ છે કે, પાડોશી મહિલા જાણી જોઈને પોતાના અંડરગારમેંટ્સ બગીચામાં સુકાવે છે. જેથી તેના પતિને પોતાની જાળમાં ફસાવી શકે. મહિલાનું કહેવુ છે કે, પાડોશી મહિલા તેના પતિ પર નજર રાખે છે અને પોતના અંડરગારમેંટ્સ બતાવીને તેને આકર્ષિત કરવા માગે છે.

કેટલીય વાર સમજાવી પણ માની નહીં

યુવિત્ઝાનું કહેવુ છે કે, પાડોશમાં રહેતી 23 વર્ષિય મહિલા જાણી જોઈને પોતાના અંડરગારમેંટ્સ ખુલ્લામાં સુકવે છે. તેને આવું ન કરવા માટે કેટલીય વાર કહેવામાં આવ્યું પણ તે માનતી નહીં. યુવિત્ઝાનો આ દાવો છે કે, પાડોશી ખાસ કરીને તેના પતિને રજા હોય ત્યારે જ આવું કરે છે. તે તેના પતિને જોઈને નખરા કરતી રહે છે. વિચિત્ર નજરે જોયા કરે છે અને પોતાના અંડરગારમેંટ્સ બતાવીને જાળમાં ફસાવા માગે છે.

ત્યારે હવે પોલીસને સમજાતું નથી કે, આ કેસ કેવી રીતે હેન્ડલ કરવો. યુવિત્ઝાને સમજાવી કે, ખુલ્લામાં અંડરગારમેંટ્સ સુકવવા તે કોઈ ગુનો નથી. પોલીસે બંને મહિલાને સાથે બેસીને મામલો નિપટાવી લેવા કહ્યુ છે. એક અધિકારીએ જણાવ્યુ હતું કે, આ મામલામાં કોઈ ગુનો નથી. એટલા માટે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. સારૂ રહેશે કે બંને અંદરોઅંદર સમાધાન કરી લે.

READ ALSO

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!