GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

દુઃખાવાના કારણે મહિલાએ આપ્યો ન હતો બાળકને જન્મ, 46 વર્ષ બાદ બહાર આવ્યું આવું બાળક

દુનિયામાં કેટલીક એવી પણ ઘટના બનતી હોય છે તેના પર વિશ્વાસ રાખવો ઘણો મુશ્કેલ હોય છે. આવી જ એક અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના 1955માં ઉત્તરી આફ્રિકાના એક દેશ મોરક્કોમાં જોવા મળી હતી. એ સમયે 26 વર્ષિય મહિલા જાહરા અબૌતાલિબે વર્ષ 1955માં લેબ પેઇન છતાં પણ પોતાના બાળકને જન્મ આપી શકી ન હતી. કારણ કે આ મહિલાને એ વાતનો ડર હતો કે, સિઝેરિયન દરમિયાન તેનો પણ જીવ જોખમમાં મૂકાઇ શકે છે. જો કે, આ વાતને વીત્યે 46 વર્ષ બાદ આ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો.

MRI રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

હકીકતમાં મોરક્કોમાં એવી માન્યતા છે કે, બાળક માતાના ગર્ભમાં વર્ષો સુધી સૂઇ શકે છે. આ વિચારીને જાહરાએ પોતાની પ્રેગનેન્સીની વાત ભૂલાવી દીધી હતી, અને ત્રણ બાળકોને એડોપ્ટ કરી લીધા. પરંતુ, તેના 46 વર્ષ બાદ વર્ષ 2011માં જાહરાને પેટમાં અચાનક દુ:ખાવો શરૂ થયો હતો. જેના કારણે તેણે MRI સ્કૈન કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, MRIમાં ચોંકાવનાર ખુલાસો થયો હતો. MRI માં બાળક પેટમાં હોવાનું ખૂલ્યું હતું.

તબીબો પણ થયા આશ્વર્યચકિત

જાહરાનો MRI રિપોર્ટ આવ્યા બાદ તબીબો પણ ચકિત થઇ ગયા હતા. ત્યાર બાદ તબીબોએ સર્જરી કરાવીને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. તબીબોએ જ તેનું નામ સ્ટોન બેબી પાડ્યું હતું. નોંધપાત્ર છે કે, જાહરાએ જે બાળકને જન્મ આપ્યો ન હતો, તે તેના પેટમાં જ રહી ગયું હતું અને વર્ષો બાદ તે પથ્થરમાં બદલાઇ ગયો હતો. આ બાળક જાહરાના બોડી પાર્ટ્સ સાથે જોડાઇ ગયો હતો. ચાર કલાકની સર્જરી બાદ તેને જાહરાના શરીરથી અલગ કરવામાં આવ્યો હતો.

48 કલાકના લેબર પેઇન છતાં બાળકને જન્મ ન આપી શકી..

ઉલ્લેખનીય છે કે, જાહરા વર્ષ 1955માં પોતાના પ્રથમ બાળકને જન્મ આપનાર હતી. 48 કલાકના લેબર પેઇન છતાં જ્યારે જાહરાને બાળક ન થયું ત્યારે તેને હોસ્પિટલ લઇ જવાઇ હતી. પરંતુ, તે ડરીને હોસ્પિટલમાંથી ભાગી ગઇ હતી. કારણ કે તેણે એક વખત એક મહિલાને બાળકને જન્મ આપતા સમયે મરતા જોઇ હતી. જો કે, હોસ્પિટલમાંથી ઘરે આવ્યાના કેટલાક દિવસો સુધી તેના પેટમાં દુ:ખાવો થતો હતો. તેને એમ લાગતું હતું કે, હવે ડિલીવરી થઇ જશે પરંતુ, આવું ન થયું અને કેટલાક દિવસો બાદ આપમેળે દુ:ખાવો મટી ગયો હતો.

 

Related posts

ડીસા : ફાર્મ હાઉસમાથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, મોટા માથાઓ ઝડપાતા રાજકીય ધમપછાટા

Nilesh Jethva

ભાજપના નેતાએ કહ્યુંઃ 2024માં સત્તામાં આવવા માટે નહીં ચાલે મોદીનું નામ, કરવી પડશે મહેનત

Mansi Patel

ડીસામાં પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પાલિકા સામે લોકોનો ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!