GSTV

Relationship/ માત્ર પરણિત પુરુષો સાથે જ અફેર ચલાવે છે આ મહિલા, પતિ જ બન્યો આનું કારણ

મહિલા

Last Updated on September 22, 2021 by Damini Patel

વિવાહિત જીવનમાં દગો મળ્યા પછી લોકો ખરાબ રીતે તૂટી જાય છે. કેટલાક લોકો પાર્ટનરને માફ કરવા આગળ વધી નિર્ણય લે છે જયારે કેટલાક લોકો માટે આ ભૂલવું સરળ હોતું નથી અને તેઓ પોતાના રસ્તા અલગ કરી લે છે. હાલમાં જ એક મહિલાએ પોતાના પતિએ કરેલ ચીટિંગ માંથી નીકળવા માટે અલગ જ રીત અપનાવી. મહિલાએ રિલેશનશિપ પોર્ટલમાં આ ખુલાસો કર્યો.

પતિ આપ્યો હતો દગો

મહિલાએ લખ્યું, ‘મારા પતિ સ્વભાવથી ખુબ સારા અને ખ્યાલ રાખવા વાળા હતા. મને લાગતું હતું કે મારુ વિવાહિત જીવન ખુબ કમાલ છે અને અમારી વચ્ચે કોઈ સમસ્યા નથી. જો કે મારો આ ભ્રમ ત્યારે તૂટ્યો જયારે મેં એમને પાડોશની મહિલા સાથે સેક્સ કરતા પકડી લીધા. આ જોઈ ખરાબ રીતે તૂટી ગઈ. એ છતાં મેં એમને માફ કરી પોતાના લગ્ન બચાવવાનો નિર્ણય કર્યો પરંતુ કોશિશ માત્ર 18 મહિના જ ચાલી. અમારા ખરાબ સબંધની અસર બાળકો પર ન પડે માટે અમે અલગ થવાનો નિર્ણય કર્યો.’

મહીલાએ લખ્યું, ‘પતિ સાથે અલગ થયા પછી મેં વિચાર્યું કે હવે હું માત્ર ડેટિંગ કરીશ પરંતુ કોઈ સાથે ભાવનાત્મક લગાવ નહિ રાખું. મેં નવા લોકો મળતી તો હું એમાં ખુશ નહિ રહેતી પછી એક દિવસ મને એવી વેબસાઈટ મળી જે માત્ર પરણિત લોકો માટે જ બની હતી. આ વેબસાઈટ પરણિત લોકોને અફેર કરવાનો મોકો આપે છે. ત્યારે મેં પછી ક્યારેય પાછળ ફરીને ન જોયું.

માત્ર મેરિડ પુરુષોને જ કરે છે ડેટ

મહિલા અનુસાર, ‘જ્યારથી મેં આના પર એકાઉન્ટ બનાવ્યું છે, મારુ જીવન બદલાઈ ગયું. હાલ હું બે પરણિત પુરુષને ડેટ કરી રહી છું. આ મોડ પર હું કોઈ સિરિયસ રિલેશનશિપમાં જવા માંગતી નથી અને અહીં મને માત્ર મોજ-મસ્તી કરવાનો પૂરો મોકો મળે છે. હું હવે કોઈ પાસે કોઈ ઉમ્મીદ રાખવા માંગતી નથી અને એ પ્રકારના રિલેશનથી બચૂ છું. હું માત્ર સારો સમય પસાર કરવા માટે ડેટ પર જાઉં છું.

મહિલાએ અંતમાં લખ્યું, ‘હું લોકો સાથે થિયેટરમાં જાઉં છું, સારા લંચ માટે જાઉં છું, ફાઇવ સ્ટાર હોટલમાં રહું છું અને શારીરિક સંબંધો પણ બનાવું છું. આ બધી વસ્તુઓ મને જીવન જીવતા શીખવે છે. આર્થિક રીતે હું મારા પગ પર ઉભી છું, મારી પાસે મારું પોતાનું ઘર અને કાર છે. મારા સંબંધ પુરા કરવા કે ખર્ચા ઉઠાવવા માટે મારે બોયફ્રેન્ડની જરૂર નથી. હું હવે કોઈની સાથે માનસિક રીતે જોડાવા માંગતી નથી. સંબંધમાં બંધાઈને કોઈની દયા પર આધાર રાખવાને બદલે, નિયંત્રિત રીતે અફેર ચલાવવું પડે છે અને આ મને હિંમત આપે છે.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!