GSTV

બાથરૂમમાં નહાઈ રહી હતી યુવતી, અચાનક ભૂતે આવીને કર્યું એવું કામ કે.. વાંચીને તમે પણ ચોંકી જશો

Last Updated on July 21, 2021 by Harshad Patel

કેટલાક લોકો ભૂત પર વિશ્વાસ કરે છે તો કેટલાક નથી કરતા. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે, આપણી આસપાસ એવા કેટલાય લોકો છે જે પેરાનોર્મલ એક્ટિવિટીઝને અનુભવ કરી શકે છે. એમાં કેટલાક ભૂતની દુનિયા પર અભ્યાસ કરીને તેનાથી વાત કરવાની અથવા તો તેની દુનિયામાં મોકલવામાં સક્ષમ હોય છે. ડેઈલી સ્ટારમાં છપાયેલા એક સમાચાર મુજબ ઈંગ્લેન્ડમાં રહેનારી એક મહિલાને ભૂતથી પોતાનો બચાવ કરવા માટે એક્સપર્ટની મદદ લેવી પડી.

ભૂતે લિયાહને શાવરમાં ઘૂસીને તેને ઈજા પહોંચાડી

ઈંગ્લેડમાં રહેનારી લિયાહ લ્યૂઈસ અને તેની સાવકી મા કોલેટનું માનવામાં આવે તો તેમના ઘરમાં એક ભૂત હતું. શરુઆતમાં તો તે બંને તેની હરકતોને નજરઅંદાજ કરતા રહ્યા પરંતુ જ્યારે ભૂતે લિયાહને શાવરમાં ઘૂસીને તેને ઈજા પહોંચાડી તો તેમણે તેની વિરુદ્ધ એક્શન લેવા માટે પેરાનોર્મલ એક્સપ્રટ ઈયાન ગ્રિફિથ્સને પોતાના ઘરે આમંત્રણ આપ્યું. હકિકતે એક દિવસ જ્યારે લિયાહ નહાઈને નીકળી તો તેના શરીર પર ઈજાના નિશાન હતા. આ નિશાન જોઈને તેની માતાને વિશ્વાસ આવી ગયો કે તેમના ઘરે કોઈ ભૂતનો સાયો છે.

કબાટમાં કંઈક છુપાયેલું હોવાનો ભાષ થયો

ઈયાન ગ્રિફિથ્સએ મહિલાના ઘરે પહોંચીને જ્યારે પોતાની તપાસ ચાલુ કરી તો તેમને કોલેટની કબાટમાં કંઈક છુપાયેલું હોવાનો ભાષ થયો. ત્યારે લિયાહે તેમના શકને પુષ્ટી કરતાં બતાવ્યું કે તેને ત્યાંથી અજીબોગરીબ અવાજ સંભળાઈ રહ્યા હતા. ઘટનાની તપાસમાં સમજમાં આવ્યું કે લિયાહ જે દુકાનમાં કામ કરતી હતી ત્યાં વર્ષો પહેલા એક ગુસ્સૈલ નવયુવાનનું ખૂન થયું હતું. એટલા માટે ખૂબજ આશંકા હતી કે આ ભૂત તે વ્યક્તિનું જ હશે.

અલગ અલગ લોકોના પડછાયા નજર આવી રહ્યા હતા

ઘણા સમય પહેલા લિયાહને ઘર અને રસ્તા પર અલગ અલગ લોકોના પડછાયા નજર આવી રહ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે તેની મા તેમાંથી કોઈ પણ નજર નહોતી આવી રહી. જેના કારણે તે ગભરાવા લાગી. જો કે લિયાહ પર બે વખત અજૂગતું થયા પછી તેમણે એક્સપર્ટની સલાહ લેવાનો વિચાર કર્યો. ઈયાન ગ્રિફિથ્સે પોતાની તાકાતનો ઉપયોગ કરીને તે ગુસ્સૈલ યુવકની આત્માને બીજા લોકમાં પહોંચાડી દીધી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!