GSTV

OMG/ સિગરેટ બચાવ્યુ મહિલાનું જીવન, ભારી ભરકમ ઝાડ નીચે દબાઈ જતો રહેતે જીવ; જુઓ ભયાનક વિડીયો

Last Updated on November 29, 2021 by Damini Patel

કોઈ એ સાચું જ કીધું છે, ‘જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ’. એટલે જેની રક્ષા કરવા વાળા ભગવાન હોય છે, એને મોત ટચ કરીને નીકળી જાય છે પરંતુ કઈ કરી શકતી નથી. એવી જ એક ઘટનાનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા સિગરેટ પીવા માટે કેફેટેરિયા બહાર આવે છે અને એના બહાર આવતા જ થોડી સેકન્ડમાં કેફેટેરિયાની છત પર એક મોટું ઝાડ પડી ગયું અને બધું તબાહ થઇ ગયું. આ વિડીયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જો મહિલા સિગરેટ પીવા બહાર નહિ નીકળતે તો અંદર એનું દબાઈને મૃત્યુ થઇ જાત.

એક મહિલાની જાણીએ તો બચી ગઈ પરંતુ એમનું માનવું છે કે સિગરેટ એમનો જીવ બચાવ્યો. પબમાં કામ કરવા વાળી 55 વર્ષની મહિલા શેરેલ પાઉન્ડે જણાવ્યું કે આ ઘટના હોશ ઉડાવવા વાળી છે. શેરેલે કામમાંથી સમય કાઢ્યો અને સિગરેટ પીવા ગઈ. ત્યાં એમણે સિગરેટ સળગાવી અને મજા લીધી. પછી એમને અજીબ અવાજ સંભળાયો, જ્યાં સુધી કઈ સમજતી એ પહેલા છાપરું પડી ગયું. તેમણે પોતાનો જીવ બચાવવા માટે સિગરેટનો આભાર માન્યો. એમણે કહ્યું કે સિગરેટના કારણે એમનો જીવ બચી ગયો. જો તે શેડની અંદર રહેતે તો નિશ્ચિત એમના પર ઝાડ પડી જાત. આ ઘટનામાં કઈ પણ થઇ શકતે.

આ ઘટના વિશે શેરેલે જણાવ્યું કે તે દિવસે ખૂબ જોરદાર તોફાન આવ્યું હતું. તે બારમાં ડ્રિંક્સ પહોંચાડવાનું કામ કરતી હતી. આ દરમિયાન તેને ખાલી સમય મળ્યો અને તેણે સિગારેટનો બ્રેક લીધો. મહિલાએ જણાવ્યું કે ઝાડ પડવાના કારણે બારના 4 ટેબલ ખરાબ રીતે તૂટી ગયા છે. હવે આના પરથી અંદાજ લગાવી શકાય છે કે જો ઝાડ તેમના પર પડ્યું હોત તો શું થાત. બ્રિટનમાં આર્વેન વાવાઝોડાને કારણે ઝાડ નીચે દટાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા છે.

Read Also

Related posts

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

Damini Patel

૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટ કેસ/ ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષે સુનાવણી પૂર્ણ: આ તારીખે ચુકાદો, મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ સામે કેસ ઓપન થશે

Bansari

ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય, 2017 પછીનો સૌથી મોટો હુમલો; 20 જવાનોની હત્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!