GSTV
Home » News » બેટી બચાવોની નારેબાજીનો ફિયાસ્કો : ત્રિપુરામાં રેપ બાદ યુવતીને સળગાવી, યુપીમાં એસિડ ફેંક્યો, બિહારમાં બાળકી પર રેપ

બેટી બચાવોની નારેબાજીનો ફિયાસ્કો : ત્રિપુરામાં રેપ બાદ યુવતીને સળગાવી, યુપીમાં એસિડ ફેંક્યો, બિહારમાં બાળકી પર રેપ

દેશભરમાં રેપની વધતી ઘટનાઓનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ સિૃથતિ વચ્ચે પણ રેપની અતી જઘન્ય ઘટનાઓ સામે આવી રહી છે. બિહારમાં એક શિક્ષકે સગિરાનું અપહરણ કરીને તેના પર રેપ કર્યો હતો. આ ઘટના બિહારના સુપૌલમાં સામે આવી હતી. આ મામલે પોલીસે હાલ આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે માત્ર બિહાર જ નહીં અન્ય રાજ્યોમાં પણ આવી જ શરમજનક ઘટનાઓ સામે આવી હતી. ત્રિપુરામાં પણ બિહાર જેવી જ ઘટના સામે આવી હતી, અહીં એક શખ્સે જેની સાથે લગ્ન થવાના હતા તેને જ જીવતી સળગાવી મારી નાખી હતી. પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં એક યુવતીને ફેસબુક પર એક યુવકે ફોસલાવી હતી.

બાદમાં તેની સાથે શારિરીક સંબંધ બાધ્યો હતો, બન્નેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. જોકે લગ્ન થાય તે પહેલા જ યુવતીને યુવકે જીવતી સળગાવીને હત્યા કરી હતી. બન્ને ઘરેથી સાથે ભાગી ગયા હતા અને 11મી તારીખે જ બન્નેના લગ્ન પણ થવાનું નક્કી થઇ ગયું હતું.શુક્રવારે બન્ને વચ્ચે કોઇ વાતને લઇને જગડો થઇ ગયો હતો. વિવાદ એટલો વધ્યો હતો કે યુવકે બાદમાં યુવતી પર કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી જેને પગલે તેનું મોત નિપજ્યું હતું. બાદમાં પીડિતાના પરિવાજનોએ આરોપીને પકડી પાડયો હતો અને પોલીસને સોપી દીધો હતો.

દરમિયાન પોલીસે દાવો કર્યો હતો કે આ યુવતી પાસેથી યુવકે પૈસાની માગણી પણ કરી હતી અને તેના પર રેપ કર્યો હતો, તેના મિત્રોએ પણ યુવતી પર રેપ કર્યો હતો. હૈદરાબાદ જેવી જ ઘટના ત્રિપુરામાં પણ બની હતી. બીજી તરફ ઉન્નાવમાં જે રીતે રેપ પીડિતાને જીવતી સળગાવવામાં આવી હતી તેવી જ ઘટના છત્તીસગઢમાં પણ સામે આવી હતી.

અહીં રેપનો આરોપી જામીન પર છુટયો હતો. જે બાદ તે રેપ પીડિતાના ઘરે ગયો હતો અને પીડિતા પર હુમલો કરી દીધો હતો. જ્યારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રેપનો કેસ પરત ન લેવા પર એક 30 વર્ષીય મહિલા પર ચાર આરોપીઓએ તેજાબ ફેંક્યો હતો.જેને પગલે પીડિતાનો ચેહરો અને શરીરનો અન્ય ભાગ બળી ગયો છે અને હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મહિલા હાલ 30 ટકા સુધી સળગી ગઇ છે. અને તેની સિૃથતિ ગંભીર છે. આ હુમલા બાદ ચારેય આરોપીઓ ફરાર થઇ ગયા છે.

READ ALSO

Related posts

નિર્ભયા કેસ: દોષી મુકેશ સિંહની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી, 1 ફેબ્રુઆરીએ થશે ફાંસી?

Bansari

કોરોના વાયરસે ચીનમાં મચાવ્યો હાહાકાર! મૃત્યુઆંક 100ને પાર, 1300 નવા કેસ સામે આવ્યાં

Bansari

UP પોલીસે માત્ર સલામી આપવા માટે જ વપરાતી બ્રિટિશકાળની આ રાઈફલની કરાઈ વિદાય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!