તમે લડાઈ ઝઘડા કરવાને લઈને ઘણી વિચિત્ર વાતો સાંભળી હશે, પરંતુ તમે ક્યારેય એવું કંઇક સાંભળ્યું છે કે જ્યાં ‘કિસ’ કરવાથી માણસ આજીવન મૂંગો બનીને રહી ગયો છે. જો નહીં, તો સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગની આવી બનેલી ઘટના તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

બેથાની જેમ્સની નજીક આવી તેના હોઠને ચુંબન કરવાનું શરૂ કરી દીધું
મામલો વર્ષ 2019 નો છે, જ્યાં એક માણસને રસ્તામાં લડવું ભારે પડી ગયું છે. આ વિવાદને કારણે હવે તે આજીવન મૂંગો થઈ ગયો હતો. ખરેખર, એવું બન્યું કે રસ્તા પર જઈ રહેલા જેમ્સ મેકેન્ઝીની 27 વર્ષીય બેથેની રિયાન સાથે લડાઈ થઈ. બંને એક બીજાને ઓળખતા નહોતા. લડત દરમિયાન બેથાની જેમ્સની નજીક આવી અને તેના હોઠને ચુંબન કરવાનું શરૂ કરી દીધું અને ચુંબન કરતાં કરતાં અચાનક તેણે તેણે જેમ્સની જીભને દાંત વચ્ચે દબાવીને કરડી નાંખી.
એટલા જોરથી દાંતને કરડ્યા કે જેમ્સની જીભ કપાઈને અલગ થઈ ગઈ
બેથાનીએ એટલા જોરથી દાંતને કરડ્યા કે જેમ્સની જીભ કપાઈને અલગ થઈ ગઈ. જેણે બેથાનીએ થૂંકી નાંખી અને પાસે જ ઉડી રહેલું પક્ષી એ જીભ લઈને ઉડી ગયું. જે પછીથી જેમ્સને સિરિયસ કન્ડિશનમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની સર્જરી ન થઈ શકી. કારણ કે તેની જીભ જ ન મળી શકી. આ કારણે જેમ્સ હંમેશા માટે ગૂંગો થઈ ગયો.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય પછી જેમ્સ બાથાનીની વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવી
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય પછી જેમ્સ બાથાનીની વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવી. એક રિપોર્ટ મુજબ આ મામલામાં એડિનબર્ગ શેરીફ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. જ્યાં જેમ્સની વકીલ સુઝાન ડિકસને કોર્ટને તમામ બાબત જણાવી. જે બાદ કોર્ટે બાથણીને દોષી ઠેરવ્યા. જોકે, બાથનીએ પણ પોતાના બચાવમાં ઘણી બાબતો કોર્ટને જણાવી હતી. મહિલાનું કહેવું છે કે જેમ્સે પહેલા તેને માર્યું હતું. તે પછીથી મેં બદલો લેવા માટે આ પગલું ભર્યું. જો કે કોર્ટનું કહેવું છે કે આ કેસ તદ્દન ગંભીર છે. આને કારણે, આ કેસની સંપૂર્ણ તપાસ કર્યા પછી દોષીઓને સજા આપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
- ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…
- BIG NEWS : પશ્વિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, આટલા તબક્કામાં યોજાશે મતદાન
- અમદાવાદમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત, બી.જે મેડિકલ કોલેજની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર
- Twitterની મોટી જાહેરાત/ જો હવે તમારી પાસે પણ હશે વધારે ફોલોઅર્સ તો દર મહિને આવી રીતે કમાઈ શકો છો રૂપિયા