GSTV

વિમાનમાં કપડાં કાઢીને મહિલાએ સહયાત્રીને કરી સેક્સની ઓફર, વેકેશન એન્જોય કરવા માગતી હતી

વિમાનમાં પુરૂષને સેક્સ ઓફર કરનાર એક બ્રિટીશ મહિલાને કોર્ટે યૌન શોષણના આરોપસર દોષી જાહેર કરાઈ છે. મહિલાએ દારૂના નશામાં આપત્તિજનક હરકતો કરી હતી. બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ બાદ લુઈસ નામની મહિલા 7 વર્ષની દિકરી સાથે વિમાનમાં રજાઓ માણવા જઈ રહી હતી. જેની પર આરોપ લાગ્યો છે. પુરૂષ સહયાત્રી પણ રજાઓ માણવા જઈ રહ્યો છે. લુઈસ નામની મહિલાએ રજાઓ એન્જોય કરવા માટે પ્લાન ઘડ્યો હતો પણ વ્યક્તિ ખોટો પસંદ કર્યો હતો.

11 વર્ષના દીકરા સાથે યાત્રા કરી રહેલા એક પ્રવાસી સામે તેણે કપડાં ઉતારી દીધા હતા. લુઇસે આ હરકત ત્યારે કરી હતી જ્યારે વિમાન તુર્કીમાં લેન્ડ કરી રહ્યું હતું. ઘટના સમયે પુરૂષ પેસેન્જર્સે અલાર્મનું બટન દબાવીને ક્રૂ મેમ્બર્સને આ બાબતે ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ લુઈસને વિમાનમાંથી નીચે ન ઉતરવા દઈને ઇગ્લેન્ડ રિટર્ન રવાના કરાઈ હતી.

ઈગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ક્રાઉન કોર્ટમાં થયેલી સુનાવણીમાં મહિલાએ સેક્સની ઓફર કરી હોવાની બાબતનો સ્વીકાર કરી લેતાં કોર્ટે ગત વર્ષે મેમાં ઘટેલી આ ઘટનામાં મહિલાને 6 માસની જેલની સજાનો હુકમ કર્યો છે.

કોર્ટમાં થયેલી સુનાવણીમાં એ વિગતો બહાર આવી હતી કે, મહિલા પ્લેનમાં બેસવા પહેલાં પુરૂષ યાત્રીને એરપોર્ટ પર મળી હતી. જેઓ બંને જણા એક કાફેમાં ગયા હતા. બાદમાં મહિલા પોતાની સીટ પરથી ઉઠીને પુરૂષ યાત્રીની બાજુની સીટ પર બેસી ગઈ હતી. જજે પોતાના ચૂકાદામાં નોંધ્યું હતું કે, લુઈસના કારણે પુરૂષ યાત્રીની રજાઓ બગડી ગઈ હતી અને તેમના દીકરા પર પણ તેની ખરાબ અસર પડી હતી.

Related posts

પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડરાની વધશે મુશ્કેલીઓ, બેનામી સંપત્તિ મામલે ઈડીએ રાજસ્થાન હાઈકોર્ટમાં કરી અરજી

Ali Asgar Devjani

અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…

Ali Asgar Devjani

મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!