GSTV
Life Relationship Trending

ઘરેથી ભાગીને બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, ગર્ભવતી થતાં પિયરવાળાએ કર્યું કંઈક એવું કે…

ઘણાં યુવાનો પોતાના માતાપિતાની વિરુદ્ધ જઈને લગ્ન કરી લેતા હોય છે. એમાં ઘણી વખત પરિવાર જનો માની જાય છે. પરંતુ ઘણાં પરિવાર જનો માનતા નથી. આવા સમયે મુશ્કેલીઓ થતી હોય છે. બિહારના ગયામાં પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ પોતાના માતા-પિતા પર તેને અને તેના પતિને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં ગત વર્ષે યુવતીએ પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને ઘર છોડી દીધું અને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ યુવતીના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધ હતા.

પોતાના પતિ સાથે ખુશ રહેનારી યુવતી ગર્ભવતી પણ બની છે. જેની જાણ તેના પિયરીયાઓને થતાં ઘરે આવીને ધાકધમકી આપી રહ્યા છે. યુવતિએ પરિવારના જીવ બચાવવા માટે અનેક જગ્યાએ ફાંફા માર્યા પણ કંઈ થયું નહોતું.

ઘટના ચંદૌતી પોલીસ સ્ટેશન વિસ્તારના કટારી હિલની છે. નીતુ કુમારી નામની યુવતીએ ગયા વર્ષે પોતાના જ ગામમાં રહેતા ગુલશન રાજ સાથે કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા. નીતુનો આરોપ છે કે બંનેને તેમના માતા-પિતા તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જેના કારણે બંને ન્યાય માટે ભટકી રહ્યા છે.

પીડિતાના જણાવ્યા અનુસાર, 1 મેના રોજ તેના પિયરવાળાએ યુવતિ તેના પતિની સાથે સાસુ સસરા, દિયર, નણંદ અને દાદી સાસુને માર મારીને જખ્મી કરી દીધા છે. ત્યારબાદ યુવતીને ધમકી આપી હતી કે તને અને તારા પતિને મારી નાખીશ. પીડિતાએ જણાવ્યું કે તે ગર્ભવતી છે. આ મારને કારણે તેના પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. નીતુનું કહેવું છે કે આ ઘટના બાદ સાસરિયાઓ ખૂબ જ ડરી ગયા છે.

નીતુ કુમારીએ પોલીસ પર ફરિયાદ ન નોંધવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે કહ્યું કે પોલીસે ફરિયાદ લખ્યા વગર જ તે લોકોને પરત મોકલી દીધો. હાલમાં દંપતીએ જિલ્લાના પોલીસ અધિક્ષક પાસે આશરો લીધો છે. તેણે કહ્યું કે તે માતા-પિતાની હરકતોથી પરેશાન થઈ ગયો છે. તેઓ ન્યાય ઈચ્છે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ટ્રિક / Gmail યુઝર્સની બલ્લે બલ્લે! હવે ઇન્ટરનેટ વિના મોકલી શકશો Email; બસ ફોલો કરો આ 5 સ્ટેપ્સ

Karan

Gym Diet/ જીમ કર્યા પછી શું પાણી પીવું જોઈએ? સ્વાસ્થ્ય સાથે ન કરો ચેડાં, જાણો સત્ય

Damini Patel

સાવધાન/ ફોનમાં છુપાઈને તમારી જાસૂસી કરી રહી છે આ એપ! ગૂગલે કહ્યું- ‘હમણાં જ કરી દો Delete’

Damini Patel
GSTV