જ્યારે 29 વર્ષની છોકરી તેના ભાવિ પતિ સાથે બહાર જાય છે ત્યારે લોકો તેને રસ્તા પર રોકે છે કારણ કે લોકો એવું વિચારે છે કે તે તેના દાદાની ઉંમરના પુરુષ સાથે છે. આ છોકરી હવે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર છે.
દાદા જેવા વૃદ્ધ દેખાય છે પતિ
29 વર્ષીય ટેલર રાય હેમિલ્ટન કહે છે કે લોકો તેને અને તેના ભાવિ પતિ જોન ફાલ્કનરને રસ્તા પર રોકે છે કારણ કે તેમને લાગે છે કે તે તેના દાદાની ઉંમરના કોઈ પુરુષ સાથે ફરવા જઈ રહી છે. આ મામલે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી છે. ટેલર રાય હેમિલ્ટન, 29, જણાવે છે કે લોકો કેવી રીતે કહે છે કે ઉદ્યોગપતિ જોન ફાલ્કનર તમારા દાદા જેટલો વૃદ્ધ દેખાય છે.
ડેટિંગ એપ દ્વારા થઇ મુલાકાત
વાસ્તવમાં તેમની વચ્ચે 20 વર્ષનો તફાવત છે. બંનેની મુલાકાત સપ્ટેમ્બર 2019માં ડેટિંગ એપ Tinder દ્વારા થઈ હતી. તે પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યા. હવે બંને સગાઈ કરી રહ્યા છે અને ઓગસ્ટ 2022માં લગ્ન પણ કરવાના છે.
Gold digger કહીને કરી રહ્યા છે ટ્રોલ
આ બાબતે ટ્રોલર્સ આ લવબર્ડ્સ માટે ઘણી નકારાત્મક વાતો લખે છે અને ટેલર રાયને ‘ગોલ્ડ ડિગર’ કહીને ટ્રોલ કરે છે. વાસ્તવમાં, ગોલ્ડ ડિગર શબ્દનો અર્થ એ છે કે જે સોનાની શોધમાં ખોદકામ કરે છે, પરંતુ વીસમી સદીની શરૂઆતમાં આ શબ્દનો ઉપયોગ એવી સ્ત્રીઓ માટે થયો હતો જેઓ પ્રેમ સંબંધ બાંધવામાં વ્યક્તિની સંપત્તિ પર વધુ ધ્યાન આપે છે. એટલે કે પૈસા જોઈને તે સંબંધો બાંધતી હતી.
જે લોકો તેને વિચિત્ર રીતે જુએ છે તે અહીંથી અટકતા નથી, પરંતુ જ્યારે તે કોઈ જાહેર સ્થળે જાય છે ત્યારે લોકો વારંવાર તેની તરફ જોતા હોય છે. કેટલાક અજાણ્યા લોકો તેમને રોકે છે અને તેમની તસવીર લેવાનું પણ શરૂ કરે છે.
કપલ માટે આ સંબંધ એકદમ સામાન્ય
ટેલર વય-અંતરના સંબંધોને સામાન્ય ગણાવે છે કારણ કે તે તેમને સુખ આપે છે. તે કહે છે કે કેટલાક લોકોને લાગે છે કે તેમની ઉંમરમાં 20 વર્ષનો તફાવત વિચિત્ર છે પરંતુ અમારા માટે આ સંબંધ સંપૂર્ણપણે સામાન્ય છે. ઉત્તરી આયરલેન્ડમાં રહેતા ટેલર રાયે કહ્યું કે મારી ઉંચાઈ 5 ફૂટ 1 ઈંચ છે જ્યારે જ્હોનની ઊંચાઈ 6 ફૂટથી વધુ છે. તેથી જ અમારી વચ્ચે ઉંમરનો તફાવત થોડો વધારે લાગે છે. પણ હું ખૂબ ખુશ છું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં
- બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ
- ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર