મુંબઈમાં કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લેતો. અહીં એક હોસ્પિટલમાં 26 નર્સ અને ત્રણ ડોક્ટર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ બાબતને લઈ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો અને સમગ્ર વૉકહાર્ટ હોસ્પિટલને કોન્ટેનમેન્ટ જાહેર કરી દીધી હતી. અહીંથી કોઈ બહાર જઈ શકશે નહીં, ન તો કોઈ અંદર આવી શકશે.
પુણેમાં 42 ડૉક્ટર્સ અને 50 સ્વાસ્થ્ય કર્મી ક્વારન્ટાઈન કરાયા
આ ઉપરાંત પુણેમાં 42 ડૉક્ટર્સ અને 50 સ્વાસ્થ્યકર્મીઓને પણ ક્વારન્ટાઈનમાં રખાયા છે. ડીવાઈ પાટિલ મેડિકલ કોલેજ, હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટરના ડીન જીતેન્દ્ર ભાવલકરના જણાવ્યા મુજબ રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા એક દર્દીને લાવવામાં આવ્યો હતો, જે બાદમાં કોરોના પોઝિટીવ થયો હતો.

Total 42 doctors & 50 other medical staff of the hospital have been put under quarantine after an accident patient being treated here was found positive for #COVID19: Jitendra Bhawalkar, Dean, Dr. DY Patil Medical College, Hospital & Research Centre, Pune. #Maharashtra
— ANI (@ANI) April 6, 2020
જ્યાં સુધી તમામની તપાસ ન થાય ત્યાં સુધી કોઈ અંદર કે બહાર જઈ શકશે નહીં
અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, જ્યાં સુધી તમામની બે વખત તપાસ ન થાય ત્યાં સુધી કોઈને પણ બહાર જવા દેવામાં આવશે નહીં. વૉકહાર્ટ હોસ્પિટલ મુંબઈના સેન્ટ્રલ વિસ્તારમાં આવેલી છે. પ્રશાસને હોસ્પિટલમાં કામ કરતી 270 નર્સ અને અમુક દર્દીઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. તપાસમાં જે પણ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તેમને અલગ રખાયા છે.
READ ALSO
- સુરત પોલીસ પણ ગજબ કહેવાય/ વેપારી પાસેથી વસ્તુ ખરીદ્યા બાદ પૈસા આપવામાં પોલીસ તંત્ર કરે છે ઠાગાઠૈયા
- મોદી સરકારના આ મહત્વના નિર્ણયથી હજારો લોકોને નોકરી મળશે, દેશની આ ફાર્મા કંપનીઓ…
- સ્માર્ટ ટ્રીક! શું તમે પણ WhatsApp કોલ ને રેકોર્ડ કરવા માગો છો? તો અહીંયા જાણો રીત, સરળતાથી થઈ જશે તમારું કામ
- 69 વર્ષીય મહિલા માટે કોર્ટે સંભળાવ્યો ચુકાદો, સેક્સ માણી શકે છે પરંતુ લગ્ન કરી શકશે નહીં
- કામના સમાચાર/ વિદેશ જવા માટે તમારો પાસપોર્ટ નહીં ચાલે : આ બીજા પાસપોર્ટની પણ પડશે જરૂર, બની શકે છે આ ફરજિયાત