GSTV
Home » News » બે જાણીતા ફૂટબૉલર્સની પત્નીઓ વચ્ચે તૂતૂ-મૈંમૈં, ‘તું મારી પ્રાઈવેટ વાતો લીક કરે છે’

બે જાણીતા ફૂટબૉલર્સની પત્નીઓ વચ્ચે તૂતૂ-મૈંમૈં, ‘તું મારી પ્રાઈવેટ વાતો લીક કરે છે’

બે ઈંગ્લિશ ફૂટબૉલરની પત્નીઓ વચ્ચે જબરજસ્ત ઝગડો ચાલું થયો છે, બુધવારે એકને બીજી પર ટેબ્લાયડ અખબારને ઈન્ફોર્મેશન લીક કરવાનો આરોપ મૂક્યો. વેન રૂનીની પત્ની કોલીને ટ્વિટ પર જેમી વાર્ડીની પત્ની રેબેકા વાર્ડી પર આ આરોપ મૂક્યો છે.

કોલીને કહ્યું કે, તેણે પાંચ મહિના સુધી આ જ વાત જાણાવાનો પ્રયત્ન કર્યો કે, તેની પ્રાઇવેટ ઈંસ્ટાગ્રામ સ્ટોરીઝ કોણ શેર કરે છે, રૂનીના જણાવ્યા અનુસાર, તેણે માત્ર એક અકાઉન્ટ સિવાય બધાને બ્લોક કરી દીધાં છે, ત્યારબાદ તેણે નકલી સ્ટોરીઝ શેર કરવાની શરૂ કરી અને પછી જોયું કે તે અખબારમાં છપાઈ રહી છે.

રૂનીની પત્નીએ લખ્યું કે માત્ર એજ વ્યક્તિએ તેની સ્ટોરીઝ જોઇ અને તે છે રેબેકા વાર્ડીનું અકાઉન્ટ. વાર્ડીએ કોઇપણ પ્રકારની માહિતી લીક કરવાની વાતને રદિયો આપ્યો છે, રેબેકાએ ઈંસ્ટાગ્રામ પર લખ્યું છે કે, હમણાં જ જાણવા મળ્યું છે કે, ઘણા લોકો પાસે તેના ઈંસ્ટાગ્રામનું એક્સેસ છે.

વાર્ડીએ લખ્યું કે, મારે આ વાતનું ખંડન કરવું પડી રહ્યું છે, આ જ વાતથી મને તકલીફ થાય છે, વાર્ડીએ કહ્યું કે, કોલીનનો એવા સમયે આ આરોપ લગાવવો જ્યારે તે પાંચમા બાળકની માતા બનવાની છે, તે તેને દુ:ખી કરી રહ્યું છે.

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!