GSTV
Home » News » એક એવી છે આ નોકરી કે કંઇ પણ કામ ન કર્યા વિના પણ જીવનભર મળશે 1.60 લાખ પગાર

એક એવી છે આ નોકરી કે કંઇ પણ કામ ન કર્યા વિના પણ જીવનભર મળશે 1.60 લાખ પગાર

job

નોકરી એટલે 8,9 કલાક સુધી ઓફિસમાં બેસી કે બહાર ફરી અને કામ કરવું અને ત્યારબાદ તેનું વેતન મળે. પરંતુ જો તમને એવી નોકરી મળે જ્યાં કોઈ મીટિંગ, કોઈ ટારગેટ કે કોઈ કાર્યસીમા ન હોય. ઓફિસમાં જઈ તમે ફિલ્મ જોઈ શકો, પુસ્તક વાંચી શકો કે અન્ય શોખ પૂરા કરી શકો અને તેમ છતાં તમને પગાર મળે તે પણ જીવનભર તો ? આવી નોકરી દરેક વ્યક્તિ કરવા દોટ મુકશે.

2026થી શરૂ થશે આ નોકરી

સ્વીડનના ગોથેનબર્ગ શહેરમાં સરકારના ખર્ચે અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2026માં શરૂ થનારી આ યોજનામાં કર્મચારીને શહેકના એક નિર્માણાધીન રેલ્વે સ્ટેશન પર કોર્સવૈગન પર કામ કરવું પડશે. તેને આ કામ માટે 1 લાખ 60 હજારનો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીને વાર્ષિક વેતન વૃદ્ધિ, રજા, પેન્શનનો લાભ પણ મળશે. આ સ્ટેશન લોકોના ઉપયોગ માટે તૈયાર થઈ જશે તો ઓનલાઈન સહાયક કર્મચારીઓ માટે જાહેરાત પણ જાહેર કરવામાં આવશે.

શું કરવાનું દિવસભર

સંભવિત કર્મચારીએ રેલ્વે સ્ટેશન પર લગાવેલી એક ઘડિયાળને સ્પર્શવાની રહેશે. આમ કરવાથી સ્ટેશન પર લાઈટ્સ થઈ જશે અને અન્ય કર્મચારીને ખ્યાલ આવશે કે તે કામ પર આવી ગયો છે. દિવસ પૂરો થાય એટલે ફરી ઘડિયાળને સ્પર્શ કરવો અને લાઈટ બંધ થઈ જશે. જી હાં આ વ્યક્તિએ સવારે સ્ટેશન પર આવી લાઈટ કરવી અને બંધ કરવા સિવાય અન્ય કોઈ કામ કરવાનું નહીં હોય. સવારે કામ કર્યા બાદ સાંજ સુધી તેને જે કરવું હોય તે કરી શકે છે. જો તે વ્યક્તિ ઈચ્છે તો તે બીજી નોકરી પણ કરી શકે છે. એટલું જ નહીં તેણે દિવસભર સ્ટેશન પર હાજર રહેવું પણ જરૂરી નથી. આ વ્યક્તિ સેવાનિવૃત પણ થઈ શકે છે. જો તેમ ન કરે તો પણ તેને જીવનભર વેતન તો મળતું જ રહેશે. આ નોકરી કરવા માટે વિશેષ યોગ્યતાની જરૂર નથી. આ વ્યક્તિ કોઈપણ દેશનો હોય શકે છે. એકમાત્ર શરત એટલી છે કે આ નોકરી માત્ર કોર્સવૈગન રેલ્વે સ્ટેશન પર જ કરવી પડશે.

યોજનાનો પ્રારંભ

આ પ્રયોગની શરૂઆત અનંત રોજગાર શીર્ષકથી સ્વીડન સરકારની તરફથી કરવામાં આવી છે. વર્ષ 2017ની શરૂઆતમાં સાર્વજનિક કળા એજન્સી સ્વીડન અને સ્વીડિશ યાતાયાત પ્રબંધનએ નવા સ્ટેશનની ડિઝાઈનમાં યોગદાન ઈચ્છુક કલાકારો માટે એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા રાખી હતી. આ સ્પર્ધાના વિજેતાને 5.17 કરોડનું ઈનામ આપવામાં આવ્યું. આ સ્પર્ધા જે સ્વીડિશ કલાકારોએ જીતી તેમણે સૂચન કર્યું કે તેઓ પોતાના જીતેલા કરોડો રૂપિયાનો એક ભાગ એક કર્મચારીના પગાર તરીકે આપશે. પરંતુ તે કર્મચારીએ કોઈ કામ કરવાનું નહીં.

120 વર્ષ સુધી ચાલશે આ યોજના

બંને વિજેતા સ્પર્ધકોએ એમ પણ સુચવ્યું હતું કે પુરસ્કારની રકમ કરમુક્ત કરવા માટે એક એનજીઓ બનાવવામાં આવે અને તેને માર્કેટમાં રોકવામાં આવે જેથી આ રેલ્વે સ્ટેશન પર અંદાજે 120 કે તેથી વધારે વર્ષો સુધી કર્મચારીઓ કોઈ કામ કર્યા વિના પણ કામ કરી પગાર મેળવી શકે. ઉલ્લેખનીય છે કે આ બંને કલાકારો તેમને મળેલા ઈનામની રકમનો ઉપયોગ એવી રીતે કરવા ઈચ્છતા હતા કે જેનો લાભ કોઈને જીવનભર કમાણી તરીકે થાય.

Read Also

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!