GSTV

નેટ પર સર્ચ કર્યા વિના કહી દો ફેસબુકનો જન્મ ક્યારે થયો હતો ? અને આવું જ ટેક્નોલોજીનું અવનવું જાણવું હોય તો કરો ક્લિક

Last Updated on February 6, 2020 by Mayur

ફેબ્રુઆરી ૩, ૧૯૮૬: ‘વેપરવેર’ શબ્દ જન્મ્યો

સોફ્ટવેર અને હાર્ડવેર તો આપણે બરાબર જાણીએ છીએ, પણ ટાઇમ મેગેઝિનના એક લેખમાં આ દિવસે પહેલી વાર ‘વેપરવેર’ શબ્દનો ઉપયોગ થયો. એ સમયે ખાસ કરીને મોટી અને જાણીતી કંપની, લોકો તેની હરીફ કંપનીના સોફ્ટવેર ખરીદે નહીં એ માટે પોતાનું નવું વર્ઝન ‘ટૂંક સમયમાં આવી રહ્યું છે’ એવી હવા ઊભી કરતી હતી. જાહેર થયા પછી લાંબો સમય ખરેખર લોન્ચ થાય જ નહીં એવા સોફ્ટવેર માટે ‘વેપરવેર’ શબ્દ પછી તો ખાસ્સો ચલણી બન્યો.

ફેબ્રુઆરી ૪, ૨૦૦૦ : જબરજસ્ત લોકપ્રિય ગેમ

ડિજિટલ ગેમ્સમાં ઇલેક્ટ્રોનિક્સ આર્ટ્સ બહુ જાણીતું નામ છે. આ કંપનીએ આ દિવસે ‘ધ સિમ્સ’ નામની એક પીસી ગેમ લોન્ચ કરી, જે ગેમિંગ હિસ્ટ્રીમાં સૌથી વધુ વેચાતી ગેમ્સમાં સ્થાન પામી. આ ગેમ લોકોને પોતાની વાસ્તવિક દુનિયાને સમાંતર જુદી ડિજિટલ જિંદગી જીવવાની તક આપે છે!

ફેબ્રુઆરી ૪, ૨૦૦૪ : ફેસબુકનો જન્મ

માર્ક ઝકરબર્ગે કોલેજની હોસ્ટેલના દોસ્તો સાથે કામ કરતાં કરતાં આ દિવસે ‘ધફેસબુક’ સર્વિસ લોન્ચ કરી, જેણે આગળ જતાં ‘ફેસબુક’ નામે આપણા સૌની દુનિયા જ બદલી નાખી!

ફેબ્રુઆરી ૭, ૨૦૦૩ : મશીન-માણસની લડાઈમાં ટાઈ

વર્ષ ૧૯૯૭માં આઇબીએમ કંપનીના ‘ડીપ બ્લ્યુ’ નામના કમ્પ્યુટર સામેની ચેસ ગેમમાં એ સમયના વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ હાર્યા હતા, પણ આ દિવસે ‘ડીપ જુનિયર’ નામના કમ્પ્યુટર સામેની મેચ ડ્રોમાં ખેંચી જઈને કાસ્પારોવે થોડી રાહતનો અનુભવ કર્યો.

ફેબ્રુઆરી ૮, ૨૦૦૫ : ગૂગલ મેપ્સનો જન્મ

આજે આપણે જામખંભાળિયાથી દ્વારકા જવું હોય તો પણ ગૂગલ મેપ્સમાં નેવિગેશન સેટ કરી શકીએ છીએ ત્યારે નકશાની દુનિયા બદલી નાખનાર અને ડિજિટલ મેપ્સની નવી દુનિયા ઊભી કરનાર ગૂગલ મેપ્સનો જન્મ માંડ ૧૫ વર્ષ પહેલાં થયો હતો એવી કલ્પના પણ મુશ્કેલ છે!

READ ALSO

Related posts

હોટલ માલિકને ફસાવવા તરકટ/ મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવ્યો પરંતુ પોતેજ ફસાયો

Pritesh Mehta

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!