ચીનની સેનાકીય શક્તિ અંગે પેન્ટાગોને મંગળવારે કોંગ્રેસ સમિતિ સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરતા ધડાકો કર્યો હતો કે એક જ દશકમાં એટલે કે મોડામાં મોડા ૨૦૩૫ સુધીમાં ચીન પાસે ૧,૫૦૦ જેટલા પરમાણુ બોમ્બ હશે અને તે લઈ શકે તેવા મિસાઇલ્સ પણહશે તે તેના સૈન્યને આધુનિક બનાવી રહ્યું છે. તેમાં વૈવિધ્યકરણ દાખલ કરી રહ્યું છે અને પરમાણુ શસ્ત્ર ધરાવતી અન્ય ટુકડીઓ પણ વધારી રહ્યું છે.

ચીન તેના ભૂમિદળ, નૌકાદળ, વાયુદળ તથા પરમાણુ શસ્ત્રો બની શકે તેવા મિસાઇલ્સ માટેના પ્લેટફોર્મ પણ વધારી રહ્યું છે. તે પ્લુટોનિયમ અલગ તારવી શકે તેવું ફાસ્ટ- બ્રિડર રીએક્ટર્સ પણ રચી રહ્યું છે. રીપ્રોસેસિંગ સુવિધાઓ સાથેના આ પ્લેટફોર્મ હશે ૨૦૨૧થી ચીને પરમાણુ શક્તિ પ્રબળ બનાવવી શરૂ કરી દીધી છે.
ેપેન્ટાગોને અમેરિકાની કોંગ્રેસ સમિતિ (સંરક્ષણ સમિતિ)ને આપેલા અહેવાલમાં જણાવ્યું છે કે, ચીન પાસે અત્યારે ૪૦૦થી વધુ એટમ-બૉમ્બ છે. તે ઝડપભેર તેની પરમાણુ તાકાત વધારવા મથી રહ્યું છે. અને એક દશકમાં કે મોડામાં મોડા ૨૦૩૫ સુધીમાં તેની પાસે ૧૫૦૦ ન્યુક્લિયર વોર હેડઝ હશે જ.

ચીન આ કરે છે શું કામ તે સમજાવતા પેન્ટાગોનના ટોચના અધિકારીઓએ કોંગ્રેસની સંરક્ષણ સમિતિને પેન્ટાગોને તે સમિતિને પણ જણાવ્યું હતું કે, તેની તાકાત આંતરિક તેમજ વિદેશ નીતિના પગલા દ્વારા પ્રસારવા માંગે છે પરંતુ તે વૈશ્વિક જાહેર સલામતીનો રંગ ચઢાવે છે.
ઇન્ડો પેસિફીક રીજીયન વિષે પોતાના મંતવ્યો દર્શાવતા તેઓએ સમિતિને કહ્યું કે ત્યાં ચીનની કેટલીક કાર્યવાહી સલામતી અને સ્થિરતાનો ભંગ કરે તેવી રહી છે ત્યાં તે નૌકાદળ અને વિમાન દળ દ્વારા ચક્કરો કાપી રહ્યું છે.
ઇન્ડો પેસિફીક રીજન પરથી તાઇવાન ઉપર આવતા તેઓએ કહ્યું કે ચીન અત્યારે તાઇવાન ઉપર રાજદ્વારી, આર્થિક, રાજકીય અને સેનાકીય દબાણ કરી રહ્યું છે. ૨૦૨૧થી ૨૦૨૨માં તેનું દબાણ વધી ગયું છે. તેમાંય હાઉસ ઑફ રેપ્રિઝન્ટેટીવ્ઝના અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઇવાનની મુલાકાત પછી તો તે અત્યંત ગિન્નાયું છે.
ચીનની સેના કઈ રીતે ભાવિયુદ્ધને જુએ છે તે વિષે પણ તારણો આપતા પેન્ટાગોનના અધિકારીઓએ કહ્યું કે તેઓ આગામી યુદ્ધને વિનાશક યુદ્ધ તરીકે જ જુએ છે તે જ યુદ્ધ પદ્ધતિ છે તેમ માને છે આ દ્રષ્ટિએ તેઓએ ચર્ચા પણ શરૂ કરી દીધી છે જેને તેઓ ‘કોર ઓપરેશનલ કોન્સેપ્ટ’ કહે છે. મલ્ટી ડોમેઇન પ્રીસીસન વોર ફેર (બહુ આયામી સુનિશ્ચિત યુદ્ધ) તરીકે જણાવે છે.
READ ALSO
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય